[ad_1]
અમદાવાદ,તા.05 ફેબ્રુઆરી 2022, શનિવાર
સાબરમતી-ભગત કી કોઠી વચ્ચે દોડતી બે એક્સપ્રેસ ટ્રેનને જોધપુર સુધી લંબાવવામાં આવી છે. જેને લઇને મુસાફરોને મોટી રાહત મળી છે.
ટ્રેન નં. ૧૪૮૨૦ તા.૭ ફેબુ્રઆરીથી સાબરમતી-જોધપુર એક્સપ્રેસ તરીકે ઓળખાશે. સાબમરતીથી રોજ ૭.૪૫ કલાકે ઉપડીને ૧૫.૫૦ કલાકે જોધપુર પહોંચશે. જોધપુરથી ટ્રેન નં. ૧૪૮૧૯ દરરોજ ૧૧ઃ૧૫ કલાકે ઉપડીને ૨૦.૫ કલાકે સાબરમતી પહોંચશે.
સાબરમતી-ભગત કી કોઠી વચ્ચે દોડતી બીજી સુપરફાસ્ટ ટ્રેન નં. ૧૪૮૦૪ તા.૬ ફેબુ્રઆરીથી સાબરમતી-જોધપુર સુપરફાસ્ટ તરીખે ઓળખાશે. આ ટ્રેન સાબરમતીથી રોજ ૨૧.૫૦ કલાકે ઉપડીને ૬.૦૫ કલાકે જોધપુર પહોંચશે.
પરતમાં તા.૭ ફેબુ્રઆરીએ ટ્રેન નં. ૧૪૮૦૩ જોધપુરથી રોજ ૨૧.૨૦ કલાકે ઉપડીને ૫ઃ૩૦ કલાકે સાબરમતી પહોંચશે.
[ad_2]
Source link






