વડોદરા: પૈસાની લેતી-દેતી મુદ્દે પિતરાઈ ભાઈઓ બાખડયા

On: February 5, 2022 5:42 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 05

વડોદરા શહેરના આજવા રોડ ઉપર ઉછીના નાણાંની લેતીદેતી મુદ્દે બાખડેલા પિતરાઇ બંધુઓ વચ્ચે ચપ્પુ વડે હુમલો અને છૂટા હાથની મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

વડોદરાના આજવા રોડ ઉપર આવેલા સના કોમ્પ્લેક્સ  ખાતે રહેતો જાફર ઘાંચી પોતાના ઘર આંગણે ઉભો હતો. તે સમયે પિતરાઈ ભાઈ હારુંન ઘાંચી પાસે ઉછીના આપેલા રૂપિયા પરત માટેની માંગ કરી હતી. આ અંગે તકરાર થતાં હારુને ચપ્પુ વડે હુમલો કરતા હાથ ઉપર તથા કાન ઉપર ઈજા પહોંચી હતી. તો સામા પક્ષે ફરિયાદ નોંધાવી હતી કે, રૂપિયા શેના માંગે છે તેમ જણાવતા જાફરે ગડદાપાટુનો મારમારી હુમલો કર્યો હતો. આમ બંને પક્ષની સામસામી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!