શિક્ષણ સમિતિના ધ્વજવંદનના કાર્યક્રમ માટે મહેમાન પદે ભાજપના હોદ્દેદારોના નામ લખાયા

On: January 24, 2022 8:58 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


નામો લખવા માટે કર્મચારીઓ પર ફરજ પડાયાનો
આક્ષેપ ઃ ખરીદ સમિતિ અધ્યક્ષે કહ્યું, જે તે વિસ્તારના પ્રતિષ્ઠીત નાગરિકોને આમંત્રણ
અપાયું છે

 
      સુરત,

સુરત નગર પ્રાથમિક
શિક્ષણ સમિતિમાં ધ્વજ વંદનનો કાર્યક્રમ રાષ્ટ્રીય કાર્યક્રમને બદલે રાજકીય કાર્યક્રમ
બની રહ્યો છે. સમિતિના ભાજપ શાસકોએ સમિતિના કર્મચારીઓ પર ભાજપના સંગઠનના હોદ્દેદારોના
નામ લખવા માટે ફરજ પડાયાનો આક્ષેપ થયો છે. વિવિધ સ્કુલમાં સમિતિના સભ્યો સાથે આમંત્રણ
પત્રિકામાં ભાજપના સંગઠનના હોદ્દેદારોના નામ લખાયા છતાં પાલિકાના વિપક્ષ દ્વારા હજી
સુધી કોઈ વિરોધ કરવામા આવ્યો નથી.

આગામી 26 જાન્યુઆરીના
રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે મહાનગરપાલિકા અને શિક્ષણ સમિતિમાં તૈયારી થઈ ગઈ
છે. શિક્ષણ સમિતિમાં આ વર્ષે પહેલી વાર ધ્વજ વંદનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાજપના
વિવિધ પાંખના હોદ્દેદારો અને વોર્ડના હોદ્દેદારોને સત્તાવાર આમંત્રણ આપવામા આવ્યું
છે.  આટલું જ નહીં પરંતુ સમિતિના ભાજપ શાસકોએ
શિક્ષણ સમિતિના કર્મચારી, સી.આર.સી., યુ.આર.સી., નિરીક્ષક અને આર્ચાર્યને ભાજપના હોદ્દેદારોના
નામ લખવા માટેની ફરજ પાડવામા ંઆવી છે.

આ અંગે ખરીદ સમિતિના
અધ્યક્ષ શુભમ ઉપાધ્યાયને પુછતાં તેઓએ કહ્યુ ંહતું કે, જે તે વિસ્તારના સભ્યો સાથે સાથે
તે વિસ્તારના જે પ્રતિષ્ઠિત લોકો હોય તેને ધ્વજ વંદન માટે સ્થાન આપવામા ંઆવ્યું છે.
જોકે, ભાજપ શાસકો જેને પ્રતિષ્ઠિત નાગરિક ગણે છે તે મોટા ભાગે ભાજપના જ હોદ્દેદારો
છે. સરકારના રાષ્ટ્રીય કાર્યક્રમને ભાજપ દ્વારા રાજકીય કાર્યકર્મ બનાવી કાઢવા સામે
પાલિકાના વિપક્ષ કે શિક્ષણ સમિતિના વિપક્ષ દ્વારા હજી કોઈ પ્રકારનો વિરોધ કરવામા આવ્યો
નથી જ્યારે કોંગ્રેસના નેતાઓએ આ અંગે સોશ્યલ મિડિયામાં વિરોધ નોંધાવ્યો છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!