વડોદરા: ઈદગાહ મેદાન પર કેટલાક ભરવાડોએ ગેરકાયદે દિવાલ બાંધતા હોબાળો

On: January 24, 2022 12:29 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા. તા. 24

વડોદરા ગાજરાવાડી વિસ્તારના મેદાનમાં પશુ માટે ઉભી થતી પાણીની હોજ મુદ્દે વિવાદ સર્જાયો છે. ઘટનાના પગલે વાડી પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને પરિસ્થિતિ સંભાળી હતી .

વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા ઈદગાહ મેદાન ની સામે કોર્પોરેશનની ખુલ્લી જગ્યા આવેલી છે. આ જગ્યામાં કેટલાક વ્યક્તિઓ દ્વારા પશુ માટે પીવાનું પાણી પૂરૂ પાડવા હોજ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ બાંધકામ નો વિવાદ વકરતા વાડી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને પરિસ્થિતિ વધુ વણસતાં અટકાવી હાલ પૂરતી કામગીરી થોભાવી છે. અને કોર્પોરેશનના નિરીક્ષણ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ ઝોન ત્રણના એસી પી એસ. જી. પાટીલએ જણાવ્યું હતું. સંવેદનશીલ વિસ્તારમાં કોઇ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે તકેદારીના ભાગ રૂપે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. હાલ ઘટનાના પગલે વિસ્તારમાં ઉત્તેજના ભર્યો માહોલ જોવા મળ્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!