ખાનગી માલિકીની દિવાલને 3.43 લાખની સરકારી ગ્રાન્ટમાં બતાવી કૌભાંડનો આક્ષેપ

On: January 23, 2022 12:01 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મોડાસા,તા. 22

મોડાસા તાલુકાના કોલીખડ ગામેનવા કોલીખડ તરફ જતાં માર્ગે મંજૂર
કરાયેલા પ્રોટેકશન ર્વાલના કામે મોટી ગેરરીતીઓ આચરાઈ હોવાના કૌભાંડનો ગામના ગ્રામજનો
એ જ પર્દાફાશ કર્યો છે.કોલીખડ ગામના ગ્રામજનોએ કરેલા આક્ષેપ મુજબ વર્ષ ૨૦૨૧-૨૨માં સ્ટેમ્પ
ડયુટી ગ્રાન્ટમાંથી નવા કોલીખડના રોડ પાસે પ્રોટેકશન ર્વાલ માટે રૂ.૩.૬૫ લાખની ગ્રાન્ટ
ફળવાઈ હતી. અને ગ્રામ પંચાયતના તત્કાલીન સત્તાધીશોએ ઠરાવ નં.૫ દ્વારા કામનો ઈજારો ગ્રામ
પંચાયતનાના નામે મંજૂર કરવા ટીડીઓને આગ્રહ ભરી વિનંતી કરી હતી. આ પ્રોટેકશન ર્વાલના
વર્ક ઓર્ડર ૨૨/૯/૨૦૨૧ ના રોજ અપાયો હતો. અને કામ પૂર્ણ કરવાની મુદ્દત  ૩૦/૭/૨૦૨૨ ઠરાવાઈ હતી. પરંતુ અન્ય કામોમાં યેનકેન
પ્રકાર કરાતી ઢીલાશને બદલે આ  કામ વર્ક ઓર્ડર
અપાયાના ૧૦ જ દિવસમાં જેટ ઝડપે પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાનું અને પંચાયત દ્વારા
આ કામ ના બીલની ચૂકવણી પેટે  રૂ.૩
,૪૩,૧૦૦ નો ચેક ૧/૧૧/૨૧
ના રોજ કોન્ટ્રાકટરને ચૂકવી દેવાયો હતો.પરંતુ હવે કોલીખડ  ગામના ગ્રામજનો દ્વારા એવા આક્ષેપ કરાઈ રહયા છેકે
મંજૂર કરાયેલ સ્થળે કોઈ પ્રોટેકશન દિવાલ બનાવાઈ જ નથી અને અન્ય ખાનગી માલીકીની દિવાલ
ઉપર તક્તી લગાવી ફોટા પાડી આખું ગ્રાન્ટ કૌભાંડ કાગળ ઉપર જ આચરાયું હોવાનું જણાવાઈ
રહયું છે.

હાલ ગામમાં ઉગ્ર રોષ છે,પંચાયત દ્વારા હાથ ધરાયેલ એક કામ ગ્રામજનોએ અટકાવી દીધું છે.

આરસીસી ર્વાલને બદલે ઈંટોથી બનાવાયેલ ખાનગી દરવાજાવાળી દિવાલ
દર્શાવાઈ

વર્ષ ૨૦૨૧-૨૨ ની ફળવાયેલ રૂ.૩.૬૫ લાખની ગ્રાન્ટમાંથી કોલીખડ
ગામે પ્રોટેકશન ર્વાલ બનાવવાની હતી.પરંતુ તત્કાલીન સત્તાધીશોએ વર્ષ ૨૦૧૮માં ખાનગી માલીકે
બનાવેલ ર્વાલ ફોટામાં દર્શાવી કાગળ ઉપર જ કામ દર્શાવી  રૂ.૩
,૪૩,૧૦૦ નું ગ્રાન્ટ કૌભાંડ
આચર્યું હોવાનું ગામના કાન્તીભાઈ પટેલ
,
ગીરીશભાઈ પટેલે જણાવ્યું હતું. જયારે પોતાની દિવાલનો ફોટો ગ્રાન્ટ કૌભાંડમાં વપરાયો
હોવાનું જાણી માલીક પણ ચોંકી ઉઠયા હતા.જયારે આ કૌભાંડની તપાસની ઉગ્ર માંગ ગ્રામજનો
દ્વારા કરાઈ રહી છે.

ટેન્ડર અને બિલની પણ તપાસ કરાવો: ગ્રામજનો

કોલીખડ ગામે પ્રોટેકશન ર્વાલના કામે કૌભાંડ આચરાયું હોવાનું
ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. પ્રોટેશન ર્વાલ બનાવ્યા વગર કાગળ ઉપર જ ગ્રાન્ટ ખર્ચ
કરી નખાયો હોવાનું જણાવાઈ રહયું છે. ત્યારે આ કામના ટેન્ડરો પૈકી એક જ સરનામાની ઓફીસના
બે ટેન્ડર મેળવવામાં આવ્યા હોવાનો અને જીએસટી વગરનું બીલ પંચાયતે કંઈ રીતે પાસ કર્યું
તે પ્રશ્નો પણ ગ્રામજનો ઉઠાવી રહયા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!