અડાજણમાં પિતાએ ટ્રેકટર રિવર્સ લેતા તેની ત્રણ વર્ષની બાળકીને અડફેટે લેતા મોતને ભેટી

On: January 22, 2022 10:38 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પ્રતિનિધિ દ્વારા, સુરત, શનિવાર

અડાજણમાં પાલ ખાતે કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર યુવક ટ્રેકટર રિવર્સ લેતી વખતે રમી રહેલી પોતાની ત્રણ વર્ષની પુત્રીને અડફેટે લેતા મોતને ભેટી હતી.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ મૂળ દાહોદના જાલોર ખાતે રહેતા 23 વર્ષીય સુખેશ સવજીભાઈ બારીયા તેમની પત્ની સાથે મજૂરી કામ અર્થે દિવાળી બાદ ત્રણ વર્ષીય પુત્રી શીતલને લઈને સુરત ખાતે આવ્યા હતા અને તે અડાજણના પાલ ખાતે ગૌરવ પથ રોડ પર શ્રીપદ પાર્ક એરેણા નામની કન્સ્ટ્રક્શન સાઈટ પર લેબર કોલોનીમાં રહેતા હતા. દરમિયાન આજે સવારે સુખેશ ટ્રેકટર રિવર્સ લઇ રહ્યો હતો. ત્યારે ત્યાં રમી રહેલી પોતાની 3 વર્ષીય માસુમ પુત્રી શીતલ ટ્રેક્ટરની પાછળ દોડી આવી હતી. જે પિતાને પોતાની લાડકવાય નાની પુત્રી દેખાઈ ન હતી. તેથી રિવર્સ આવતા ટ્રેક્ટરની અડફેટે તેમની પુત્રી શીતલ આવી ગઈ હતી. જેના લીધે ઘટના સ્થળ ઉપર હાજર લોકોએ બુમાબુમ કરતા તે ટ્રેકટર થોભાવી નીચે ઉતર્યો હતો. ત્યારે પોતાની જ પુત્રીને લોહીના ખાબોચિયામાં જોઈ આક્રન્દ કરવા લાગ્યો હતો. ત્યાં અન્ય મજૂરો સહિતના વ્યક્તિઓ પણ ત્યાં ભેગા થઇ ગયા હતા. બાળકીને સારવાર માટે તાકીદે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી હતી. જ્યારે સુખેશ માસુમ પુત્રીના મોતને પગલે તેમના પરીવારજનોમાં ગમગીની છવાઇ ગઈ હતી. તેની મોટી પુત્રી છે. આ અંગે અડાજણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!