જામનગરમાં ગાંજા સાથે પકડાયેલો રિક્ષાચાલક મહારાષ્ટ્રથી રૂપિયા દસ હજારમાં ખેપ કરતો હતો, ત્રણ ખેપ કર્યાની કબૂલાત

On: January 22, 2022 10:15 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 22 જાન્યુઆરી

જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાંથી ગઈ કાલે મોડી સાંજે એક રિક્ષા ચાલક શખ્સને એસ.ઓ.જી. શાખાની ટીમે 4 કિલો ગાંજા સાથે પકડી પાડ્યો હતો. જે શખ્સ રૂપિયા દસ હજારમાં મહારાષ્ટ્રથી ગાંજાની ખેપ કરતો હતો, અને જામનગરના જ એક શખ્સ દ્વારા મંગાવવામાં આવતા ગાંજા ની ખેપ માટે રૂપિયા 10,000નું મહેનતાણું અપાતું હતું. જે પ્રકારની 3 ખેપ કરી હોવાની કબુલાત આપી છે.

જામનગરમાં એસ.ઓ.જી શાખાએ ત્રણ બત્તી વિસ્તારમાંથી ઇકબાલ ઉર્ફે રફીક મુસાભાઇ ચાવડા નામના રીક્ષા ચાલકને ચાર કિલો નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યો હતો. જેની પૂછપરછમાં પોતે ડિલિવરી મેન તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું હતું, અને મહારાષ્ટ્રમાંથી ગાંજાનો જથ્થો લઇ આવવાની ખેપ કરવા માટે 10,000 રૂપિયા મળતા હોવાની કબુલાત આપી છે.

બેડી વિસ્તારમાં રહેતા હાજી ઉર્ફે જોજો નામના શખ્સ દ્વારા નશીલા પદાર્થનું જામનગરમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે, જે મહારાષ્ટ્રમાંથી ડ્રગ્સનો જથ્થો મંગાવતો હોવાની કબુલાત કરી ને પોતે તેમાં ડિલિવરીમેન તરીકે ભૂમિકા ભજવતો હોવાની કબુલાત આપી છે. અગાઉ પોતે મહારાષ્ટ્રના નંદુરબાર વિસ્તારમાં જઇને બે વખત ડ્રગ્સનો જથ્થો બસ મારફતે જામનગર લઈ આવ્યો હોવાની અને હાજી ને પહોંચાડે હોવાની કબૂલાત કરી છે. જેમાં તેને બંને વખત 10 હજાર રૂપિયાનું વળતર મળ્યું હતું

ત્યાર પછી ફરીથી તેને નવી ખેપ કરવા માટે નાસિક મોકલાવ્યો હતો, જ્યાંથી મહેન્દ્રસિંહ નામના શખ્સ પાસેથી ચાર કિલો ગાંજો લઈને એસટી બસ મારફતે મહારાષ્ટ્ર થી અમદાવાદ અને અમદાવાદ થી જામનગર ની ખાનગી લક્ઝરી બસમાં બેસીને અંબર ચોકડી સુધી લંબાવ્યો હતો, અને ત્યાંથી ઊતરીને ત્રણ બત્તી વિસ્તારમાં પગપાળા ચાલીને પહોંચતા એસ.ઓ.જી.ની ટીમના હાથે ઝડપાઇ ગયો હતો.

જામનગરની એસ.ઓ.જી શાખાની ટુકડીએ ત્રણ બત્તી વિસ્તારમાં વોચ ગોઠવી મહારાષ્ટ્ર થી આયાત કરાયેલા ચાર કિલો નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક રિક્ષા ચાલક ને પકડી પાડયો હતો જ્યારે ગાંજાનો જથ્થો મંગાવનાર બેડીના એક શખ્સ ઉપરાંત મહારાષ્ટ્રના એક સપ્લાયર સહિત અન્ય બે ને ફરારી જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.

આ દરોડાની વિગત એવી છે કે જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા ગઈકાલે સાંજે ત્રણ બત્તી વિસ્તારમાં વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું, અને એસ.ઓ.જી.ની ટુકડી અનેક લોકોને ચેક કરી રહી હતી. જે દરમિયાન પૂર્વ બાતમીના આધારે જામનગરના નવા રેલવે સ્ટેશન પાછળ એકડેએક બાપુની દરગાહ પાસે રહેતો અને રીક્ષા ચલાવતો ઇકબાલ ઉર્ફે રફીક મુસાભાઈ ચાવડા નામનો રિક્ષા-ડ્રાઇવર ત્યાંથી પગપાળા ચાલીને શંકાસ્પદ હાલતમાં નીકળતાં એસઓજી ની ટીમે તેને આંતરી લીધો હતો, તેની તલાસી લેતાં તેના કબજામાં રહેલા એક થેલામાંથી નશીલા પદાર્થ ચાર કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

જેથી એસઓજીની ટીમે ગાંજાનો જથ્થો બે મોબાઇલ ફોન તથા રૂપિયા ની રોકડ સહિત કુલ ૪૭,૮૪૦ ની માલમતા કબજે કરી લીધી છે, અને આરોપી ઈકબાલ સામે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એકટ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે, અને સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં સુપરત કરી દીધો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!