MSUમાં કોરોનાનો કહેરઃ બોયઝ હોસ્ટેલમાં ૨૧ વિદ્યાર્થીઓ અને એક વોર્ડન સંક્રમિત

On: January 21, 2022 8:36 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.ગઈકાલે ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી ૩૬ વિદ્યાર્થિનીઓ પોઝિટિવ આવ્યા બાદ આજે બોયઝ હોસ્ટેલમાં પણ ૨૧ વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા હોવાનુ બહાર આવ્યુ છે.

મળતી વિગતો પ્રમાણે ગર્લ્સ હોસ્ટેલ બાદ આજે બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગની મદદથી કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જેમાં કુલ ૧૪૧ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવામાં આવ્યાહ તા અને આ પૈકી ૨૧ વિદ્યાર્થીઓ પોઝિટિવ હોવાનુ બહાર આવ્યુ હતુ.સાથે સાથે વોર્ડનો અને તેમના પરિવારજનો પણ હોસ્ટેલમાં રહેતા હોવાથી તેમના પણ ટેસ્ટ કરાયા હતા.જેમાં એસપી હોલના વોર્ડન કોરોનાથી સંક્રમિત થયા છે.

જે વિદ્યાર્થીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા તે તમામને આઈસોલેશન વિંગમાં શિફ્ટ કરવામાં આવ્યા છે અને તેમને જરુરી દવાઓ પણ આપવામાં આવી છે.તેમના વાલીઓને પણ હોસ્ટેલ સત્તાધીશો દ્વારા જાણ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

બોયઝ હોસ્ટેલમાં હાલમાં ૨૭૦ વિદ્યાર્થીઓ રહે છે અને આ પૈકીના ૧૪૧  વિદ્યાર્થીઓના આજે ટેસ્ટ કરવામાં આવ્યા હતા.આમ ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં કુલ મળીને ૫૭ સ્ટુડન્ટસ પોઝિટિવ આવ્યા છે.આ સિવાય યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં પણ અધ્યાપકો,કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મોટા પાયે સંક્રમિત થયા છે.આમ એમ .એસ.યુનિવર્સિટીના કેમ્પસમાં કોરોનાની ત્રીજી લહેરે સૌથી વધારે સંક્રમણ ફેલાવ્યુ છે.યુનિવર્સિટી કેમ્પસમાં આટલા કેસ કોરોનાની બીજી લહેર દરમિયાન પણ નોંધાયા નહોતા.

કોરોનાના કારણે યુનિ.સત્તાધીશોનો નિર્ણય

નેક ઈન્સ્પેક્શનની તૈયારીઓ માટેની બેઠકો હવે ઓનલાઈન યોજાશે

એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં કોરોનાની ત્રીજી લહેરે કહેર મચાવ્યો છે અને એક જ સપ્તાહમાં મુખ્ય ત્રણ ફેકલ્ટીઓ આર્ટસ, કોમર્સ અને સાયન્સમાં અધ્યાપકો-કર્મચારીઓ અને તેમના પરિવાજનો મળીને ૫૦ જેટલા કોરોના કેસ સામે આવી ચુકયા છે ત્યારે હવે સત્તાધીશોની આંખ ઉઘડી છે. નેકની ટીમ દ્વારા હાથ ધનારા ઈન્સ્પેક્શન પહેલાની તૈયારીઓ પર ચર્ચા કરવા માટે હવે વિવિધ ફેકલ્ટીઓમાં યોજાનારી ઓફલાઈન મિટિંગો પર બ્રેક મારવાનો નિર્ણય લેવાયો છે.

આ માટેની બેઠકો હવે ઓનલાઈન જ યોજવામાં આવશે અને તેમાં જરુરી સૂચના આપવામાં આવશે.જો અનિવાર્ય હશે તો જ કર્મચારીઓ અને અધ્યાપકોની ઓફલાઈન બેઠક બોલાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વિવિધ ફેકલ્ટીઓમાં યોજાઈ રહેલી ઓફલાઈન બેઠકોના કારણે સંક્રમણ વધી રહ્યુ હોવાની બૂમો પડી હતી.આ રીતે બેઠકો બોલાવવાનો અધ્યાપક સંગઠન શૈક્ષિક સંઘ અને સંકલન સમિતિના સિન્ડિકેટ સભ્યોએ વિરોધ પણ કર્યો હતો.

નેકના રેન્કિંગના ભાગરુપે એક ટીમ જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં યુનિવર્સિટી કેમ્પસની મુલાકાત લે તેવી શક્યતા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!