લાલપુર તાલુકાના ખાયડી ગામે એક વાડીમાં ચાલતા જુગારધામ પર એલ.સી.બી.નો દરોડો

On: January 21, 2022 3:47 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– રૂપિયા સવા આઠ લાખની માલમત્તા સાથે એક મહિલા સહિત નવ આરોપીઓ પકડાયા, વાડી માલિક ફરાર

જામનગર તા. 21 જાન્યુઆરી

જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના ખાયડી ગામે એક વાડીમાં ચાલતા જુગારધામ પર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ગઈકાલે દરોડો પાડયો હતો, અને એક મહિલા સહિત નવ આરોપીઓને જુગાર રમવા અંગે પકડી પાડી રૂપિયા સવા આઠ લાખની માલમતા કબજે કરી લીધી છે. જયારે વાડી માલિક ભાગી છૂટયો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે.

આ દરોડાની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ખાયડી ગામમાં આવેલી ગોગનભાઈ રામાભાઇ ગોજિયા ની વાડી માં કેટલાક શખ્સો એકત્ર થઇને જુગાર રમી રહ્યા છે, અને મોટાપાયે જુગાર ધામ ચલાવવામાં આવી રહ્યું છે.જે બાતમીના આધારે ગઈકાલે સાંજે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ઉપરોક્ત વાડી પર દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન વાડીમાં આવેલા રહેણાક મકાન ની અંદર એક સ્ત્રી તથા આઠ પુરુષો ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા નજરે પડ્યા હતા, અને દેવાણંદભાઇ ઉર્ફે દેવો માલદેભાઇ નંદાણીયા બહારથી માણસો બોલાવી ગંજી પત્તાના પાના વડે જુગાર રમાડતો હોવાનું માલુમ પડ્યું હતું.

આથી પોલીસે દેવાણંદભાઇ ઉર્ફે દેવાભાઇ માલદેભાઇ નદાણીયા .(મોટી ગોપ ગામ – જામજોધપુર),

કાનાભાઇ મેરામણભાઇ ચાવડા ર

(બેરાજા ગામ -જામખંભાળીયા),

રામસીંગભાઇ હરદાસભાઇ કરંગીયા (કૃષ્ણગઢ (ટીંબા)- ભાણવડ), જીતેન્દ્રભાઇ નરશીભાઇ ભૌગયતા (મોટી ખોખરી તા.જામખંભાળીયા), રાજાભાઇ પબાભાઇ ડેર (મોટીખોખરી જામખંભાળીયા), પાલાભાઇ મારખીભાઇ બેરા (માનપર ગામ – ભાણવડ), રામદેભાઇ દેવાણંદભાઇ ચેતરીયા (શઢાંખાઈ ભાણવડ), રીંછાભાઇ ગંગાભાઇ (પીંડારીયા- ભાણવાડ), તેમજ ક્રિષ્નાબેન ઓળખે કાજલબેન પોપટભાઈ પરમાર (મહાવીર સોસાયટી શેરી નંબર -૩ જામનગર) વગેરેની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રૂપિયા ૨,૪૬,૨૦૦ની રોકડ રકમ, બે વાહનો અને નવ નંગ મોબાઈલ ફોન સહિત ૮,૩૩,૨૦૦ ની માલમતા કબજે કરી છે, જ્યારે વાડી માલિક ગોગનભાઈ રામભાઈ ગોજીયા કે જે ભાગી છૂટયો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!