નરેન્દ્ર મોદી 25મીએ ભાજપના પાંચ લાખથી વધુ કાર્યકરોને સંબોધશે

On: January 21, 2022 4:27 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


વારાણસી બાદ ગુજરાતમાં પ્રથમ પ્રયોગ, ‘નમો એપ’થી સંબોધન

પાંચ રાજ્યોની ચૂંટણીના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે વડાપ્રધાન ગુજરાત ભાજપ પેજ સમિતિ- કાર્યકરો સાથે સંવાદ કરશે

નમો એપ માટે 5.25 લાખ કાર્યકરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું પેજ કમિટી માટે કુલ મળીને 60 લાખ સભ્યો નોંધાયા

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે સજ્જ થયુ છે. ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આગામી તા.25મી જાન્યુઆરીએ વડાપ્રધાન  નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપના પાંચ લાખથી વધુ કાર્યકરોને સંબોધન કરશે. વારાણસી બાદ ગુજરાતમાં પ્રથમવાર નવો પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે. નમો એપથી કાર્યકરોને જોડી સંબોધન કરાશે. 

આજે ગુજરાતમાં ભાજપે 579 સ્થળોએ એક સમયે ચૂંટણીલક્ષી બેઠકો યોજી હતી જેમાં પૂર્વ સાંસદ,ધારાસભ્યથી માંડીને નેતાઓએ માર્ગદર્શન આપ્યુ હતું. ભાજપ મંડળની આ બેઠકોમાં આશરે 40 હજારથી વધુ કાર્યકરો જોડાયા હતાં.

અમદાવાદ શહેરમાં પણ તમામ 48 વોર્ડમાં બેઠકો યોજવામાં આવી હતી. ગુજરાતમાં મિશન 182 પાર પાડવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સક્રિય બન્યા છે ત્યારે મંડળ બેઠકોના વર્ચ્યુઅલ ઉદઘાટનમાં જણાવ્યું કે, બુથ સમિતી-પેજ સમિતીની સરંચના થકી મંડળને મજબૂત કરી શકીશુ અને  ગુજરાતમાં બધીય 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક પૂર્ણ થશે.

વિધાનસભાની ચૂંટણીની તૈયારીરૂપે જ તા.2પમી  જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપના કાર્યકરોને સંબોધન કરશે.આ કાર્યક્રમની વધુ વિગત આપતાં ભાજપ મિડીયા કન્વિનર યજ્ઞોશ દવેએ જણાવ્યું કે, ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં અતિ વ્યસ્ત હોવા છતાંય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપના કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. પેજ સમિતી અને બુથ સમિતીના કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે.

પહેલીવાર એવુ થવા જઇ રહ્યુ કે, પાંચ લાખથી વધુ કાર્યકરો નમો એપથી જોડાઇ રહ્યા છે. આ અગાઉ તા.18મી જાન્યુઆરીએ વારાણસીમાં નમો એપના માધ્યમથી વડાપ્રધાને કાર્યકરોને સંબોધન કર્યુ હતું. પક્ષે વિકસાવેલી નમો એપના માધ્યમથી ગુજરાતમાં પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મીએ સવારે 11  વાગે સંબોધન કરવા જઇ રહ્યા છે.

ટેકનોલોજી થકી આવુ કોઇ અન્ય રાજકીય પક્ષ કરી શક્યુ નથી. ટેકનોલોજીનો ફાયદો એછેકે, પક્ષના કાર્યકરો સિવાય અન્ય કોઇપણ વ્યક્તિ આ કાર્યક્રમમાં ભાગ લઇ શકશે નહીં.  ગુજરાતમાં નમો એપ માટે કુલ મળીને 5.25 લાખ કાર્યકરોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે જયારે પેજ-બુથ સમિતી માટે 60 લાખ કાર્યકરોએ નોધણી કરાવી છે. 32 લાખ કાર્યકરોની તો એન્ટ્રી સુધ્ધાં થઇ ચૂકી છે. આમ, ગુજરાત ભાજપે વિધાનસભાની ચૂંટણીને લઇને કમર કસી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!