વડોદરા: ઠેર ઠેર પાણીની જેમ ગેસના પ્રેસરની સમસ્યા

On: January 20, 2022 1:11 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 20

વડોદરા શહેરમાં ઠેરઠેર  ગેસના પ્રેસરનો પ્રશ્ન ઉદ્દભવ્યો છે. આજે વહીવટી વોર્ડ નંબર 1 ની કચેરીની આસપાસના વિસ્તારમાં ગેસ પુરવઠો ખોરવાતા ગૃહિણીઓએ એકત્ર થઈ કોર્પોરેશન વિરુદ્ધ આક્રોશ દર્શાવી મીડિયા સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી. અત્રે નોંધનીય છે કે, વડોદરા ગેસ કંપનીની રચના થયાને પાંચ વર્ષ જેટલો સમય થઈ ગયો છતાં નવી લાઈનોની કામગીરી હજુ સુધી પૂર્ણ થઇ નથી.

વડોદરા ગેસ કંપનીની રચના થયા બાદ વડોદરા શહેરમાં ઘેર ઘેર ગેસ આપવાની યોજનાની જાહેરાત નરેન્દ્ર મોદીએ કરી હતી. પરંતુ કોર્પોરેશન અને ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હજી પણ ઝડપથી ગેસ કનેક્શન આપવામાં આવતા નથી. ગેસ કંપનીની રચના થયા ને પાંચ વર્ષ થયા છતાં પણ ગેસની નવી લાઈન નાંખવાની કામગીરી હજી પૂર્ણ થઇ નથી. વડોદરા શહેરના મધ્યભાગમાં પાણીગેટ, બાવામાનપુરા ,વાડી, ચોખંડી, માંડવી, પ્રતાપનગર સહીતના વિસ્તારમાં ગેસનું પ્રેશર શિયાળામાં ઓછું થઈ જાય છે. જેને કારણે ગેસના ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઇ જાય છે. આજે સવારથી પાલિકાની વહીવટી કચેરી 01 ની આસપાસના વિસ્તારમાં ગેસનું પ્રેસર ઓછુ હોવાને કારણે ગૃહિણીઓને ભારે મુશ્કેલી પડતા તંત્ર વિરુદ્ધ આક્રોશ દર્શાવ્યો હતો . ગૃહિણીઓએ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી ગેસ માં ઓછા પ્રેશરની સમસ્યા છે ખાસ કરીને સવારના સમયે ખૂબ તકલીફ પડે છે અવારનવાર ગેસ પુરવઠો ખોરવાતા નાણા ખર્ચી જમવા માટે ટિફિનની વ્યવસ્થા ઉભી કરવી પડે છે જે મધ્યમ વર્ગને પોષાય તેમ નથી સ્થાનિક કોર્પોરેટર રજૂઆત કરવા છતાં દેખાતા નથી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!