GMERSના તબીબી શિક્ષકોને પણ હવે વિવિધ ભથ્થા સહિતના લાભો મળશે

On: January 18, 2022 12:49 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ

સરકારી કર્મચારીઓ
અને સરકારી મેડિકલ કોલેજોના અધ્યાપકોની જેમ હવે જીએમઈઆરએસ (ગુજરાત મેડિકલ એજ્યુકેશન
રીસર્ચ સોસાયટી )  મેડિકલ કોલેજોના અધ્યાપકોને
પણ વિવિધ ભથ્થા સહિતના લાભો મળશે.જીએમઈઆરએસ મેડિકલ કોલેજોના અધ્યાપકોની અનેકવારની રજૂઆતોને
પગલે સરકારના આરોગ્ય વિભાગની મંજૂરી બાદ જીએમઈઆરએસ દ્વારા લાભો મંજૂર રતો ઠરાવ કરવામા
આવ્યો છે.

ગુજરાત સરકારના
કર્મચારીઓ-અધિકારીઓને મળતા સેવા વિષયકલાભો 
જીએમઈઆરએસના કર્મચારી-અધિકારીઓને પણ આપવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.
દરમિયાન સરકારની મંજૂરી મળતા જીએમઈઆરએસ દ્વારા નિમણૂંક પામેલ કર્મચારીઓ-અધિકારીઓ માટે
સરકારના આરોગ્ય વિભાગની મંજૂરી મળતા વર્ષોથી કરાતી જીએમઈઆરએસ ડોક્ટરોની માંગણીઓ સ્વીકારી
લેવામા આવી છે અને સોસાયટી દ્વારા આજે વિવિધ લાભો આપવા ઠરાવ કરવામા આવ્યો છે.જે મુજબ
જીએમઈઆરએસના તબીબી શિક્ષકોને માસિક ૩૦૦ રૃપિયા મેડિકલ એલાઉન્સ
માસિક ૧૬૦૦ રૃપિયા ટ્રાન્સપોર્ટ એલાઉન્સ,
તથા રજા પ્રવાસ-વતન પ્રવાસ રાહત યોજના અંતર્ગત એલટીસીનો લાભ તથા રજાનું
રોકડમાં રૃપાંતરનો લાભ અપાશે. રજા પ્રવાસ રાહત યોજના ંતર્ગત ૧૦ દિવસની હક રજાનું રોકડમાં
રૃપાંતર પણ કરી શકાશે. જ્યારે સરકારના મુલ્કી સેવા રજા નિયમો મુજબ જીએમઈઆરએસના મેડિકલ
અધ્યાપકોને મહત્તમ ૩૦૦ હક રજાની મર્યાદામાં રજાનો રોકડમાં લાભ મળશે.       મહત્વનું છે કે સરકારી મેડિકલ કોલેજોના અધ્યાપકો
,
જીએમઈઆરએસ મેડિકલ કોલેજોના અધ્યાપકો તેમજ ઈન સર્વિસ ડોક્ટરો સહિતના તમામ
એસોસિએશને રચેલા ડોક્ટર ફોરમે સરકારને અગાઉ વિવિધ પડતર પ્રશ્નોની રજૂઆતો કરી હતી.જેમાં
જીએમઈઆરસના તબીબી શિક્ષકોને લાભો આપવા બાબતે પણ માંગણીઓ થઈ હતી અને અગાઉ સરકારે ખાત્રી
આપી હતી પરંતુ વિધિવત અમલ કરાયો ન હતો.ડોક્ટર ફોરમે ફરી એકવાર ૨૦મીથી સામુહિક હડતાળ
પર જવાની ચીમકી આપી છે ત્યારે જીએમઆરએસના તબીબી શિક્ષકોને તમામ લાભો આપવાનો ઠરાવ કરી
દેવાયો છે.જેને પગલે હવે રાજ્યમાં આવેલી સોસાયટી હેઠળની આઠ મેડિકલ કોલેજોના ૭૦૦થી વધુ
તબીબી શિક્ષકોને વિવિધ એલાઉન્સ સહિતના લાભો મળશે.

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!