ચા ની લારી પર બ્રોકરનો નંબર મળ્યો,શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના નામે બ્રોકરે 5.11 લાખ ખંખેર્યા

On: January 6, 2022 7:31 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 06 

ઇન્સ્યોરન્સ પોલિસી એજન્ટને શેરબજારમાં રોકાણ કરવાની લોભામણી વાતો માં ફસાવી એક ભેજાબાજે રૂ 5.11 લાખ પડાવી લેતા સાયબર સેલમાં ફરિયાદ નોંધાઇ છે.

તરસાલીની શિલ્પ રેસીડેન્સી ખાતે રહેતા અંકુર ગુલિયાણીએ પોલીસને કહ્યું છે કે, ગઈ તા ચોથી મે એ હું મારા ઘર પાસે ચાની લારીએ ઉભો હતો તારે ચા પીવા આવેલા ચાર પાંચ જણા સાથે પોલીસી બાબતે વાતચીત કરી હતી.

આ વખતે એક યુવકે મને શેરબજારમાં સારુ વળતર મળે તે માટે વેદાંત સિંગ રાણા (આગમન રોહાઉસ,જોધપુર ગામ, અમદાવાદ) નો નંબર આપ્યો હતો. જેથી મેં તેનો સંપર્ક કરી વાતચીત કરતાં બ્રોકરે તેના બેન્ક એકાઉન્ટમાં રૂ 50 હજાર ટ્રાન્સફર કરવા કહ્યું હતું.

આ રકમ ટ્રાન્સફર કર્યા બાદ બે દિવસ પછી બ્રોકરનો ફોન આવ્યો હતો અને તેના સંબંધી બિમાર હોવાથી એક કલાક માટે રૂ. 50 હજાર ની માગણી કરી હતી. આ રકમ આપ્યા બાદ શેર બ્રોકર વેદાંત રાણાએ રૂ દોઢ લાખ ઇન્વેસ્ટ કરવાથી બે દિવસમાં પંદર હજારનું વળતર મળશે તે સ્કીમ બતાવી બીજા દોઢ લાખ પડાવ્યા હતા. ત્યારબાદ તમામ રકમ પરત મેળવવા માટે લોન લેવી પડશે તેમ કહી રૂપિયા પડાવ્યા હતા.

આમ પોલીસી એજન્ટ પાસે શેર બ્રોકર એ રૂ 5.30 લાખ પડાવી લીધા હતા. અને તેને વિશ્વાસમાં લેવા માટે રૂ 20 હજાર જેટલી રકમ પરત કરી હતી. સાયબર સેલે આ ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!