[ad_1]

નવી દિલ્હીઃ દીપિકા પાદુકોણે તેના જન્મદિવસે તેના
પ્રશંસકોને ખાસ ભેટ આપી છે. તેમણે પોતાની આગામી ફિલ્મ ગેહરાઇયાની રીલિઝ ડેટ જાહેર
કરી છે. તેમણે પોતાની આગામી ફિલ્મની તારીખની છ નવા પોસ્ટર્સ સાથે જાહેરાત કરી છે.
આ ફિલ્મનું 11મી ફેબ્રુઆરી 2022ના રોજ વર્લ્ડ પ્રીમિયર થશે.
દીપિકાએ પોસ્ટર્સ જારી કરીને લખ્યું હતું કે તમારા બધાની ધીરજ અને ખૂબ જ પ્રેમ
માટે. આ ખાસ દિને તમારા બધા માટે વિશેષ ભેટ છે. દીપિકાએ જન્મદિવસના પ્રસંગે ખાસ
પાત્રો માટે પોસ્ટર્સની સાથે-સાથે દીપિકા અને સિદ્ધાંતનો હૃદયસ્પર્શી સીન પણ જારી
કર્યો છે. આ પોસ્ટર્સને જોઈને પ્રશસકોનો ઉત્સાહ વધી જશે.
નિર્દેશક શકુન બત્રાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ આજના
જીવનના સંબંધોના ગૂંચવાડા અને તેના અંદરના પડો, યુવાઓના જીવનના ખાસ પાસાઓ તથા ઉન્મુક્ત થઈ પોતાની મરજી મુજબ
જીવવાની ઇચ્છા બતાવી છે.
આ ફિલ્મમાં દીપિકા,
સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે ખાસ ભૂમિકામાં છે. તેની સાથે ધૈર્ય કરવા, નસીરૃદ્દીન શાહ
અને રજત કપૂરે પણ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા નીભાવી છે.
[ad_2]
Source link






