[ad_1]

વડોદરા, તા. 05
વડોદરા શહેરના અલગ-અલગ વિસ્તારો માંથી ટુ વ્હીલર વાહનોની ચોરી કરનાર ગઠિયાને ચોરીના 15 જેટલા ટુ વ્હીલર વાહનો સાથે ઝડપી પડાવામાં ગોરવા પોલીસને સફળતા મળી છે
વડોદરા શહેરમાં વાહન ચોરીના કિસ્સા પોલીસ માટે માથાનો દુખાવો બન્યો છે. જેથી પોલીસ દ્વારા પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું હતું. દરમ્યાન ગોરવા સર્વેલન્સના સ્ટાફે બાતમીના આધારે મધુનગર રોડ ઉપરથી એક શખ્સને નંબર પ્લેટ વગર ની ચોરી ની મોટર સાઇકલ સાથે ઝડપી પાડ્યો.હતો. પોલીસે વધુ પૂછપરછ માટે ગોરવા પોલીસ મથકે લાવી નામઠામ પૂછતાં છાણી ના રામકાકા ડેરી રોડ પર ની અમીન નગર ખાતે રહેતો રણજીત કનુભાઈ વાદી હોવાનું અને ગોરવા પોલીસ સ્ટેશન તેમજ શહેરના વિસ્તારોમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જાહેર પાર્કિંગમાંથી ડુપ્લિકેટ ચાવી વડે અથવા લોક તોડીને ને 15 થી વધુ ટુ વ્હીલર ની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
[ad_2]
Source link






