વડોદરા સંગમ ચાર રસ્તા પાસે પાણીની લાઇનમાં લીકેજ થી જળબંબાકાર

On: January 5, 2022 10:50 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– મેન રોડ ઉપર રેલમછેલ ના દ્રશ્યો સર્જાયા

વડોદરા :

શહેરમાં પાણીની લાઇનમાં લીકેજ ના બનાવો રોજ બની રહ્યા છે. જેમાં વધુ એક બનાવ આજે સંગમ ચાર રસ્તા ખાતે જોવા મળ્યો હતો અને પાણીની રેલમછેલ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ ગયો હતો .વડોદરા ના સંગમચારરસ્તા પાસે  દેવ દર્શન એપાર્ટમેન્ટ સામે મુખ્ય માર્ગ પર રીપેરીંગ દરમ્યાન વાલ્વ નું વાયસર ફાટી જતાં પાણીની રેલમછેલ થી જળ બંબાકાર ના દ્રશ્યો સર્જાયા હતા.

છેલ્લા બે-ત્રણ દિવસ થી થયેલ લીકેજ નું યોગ્ય સમયે મેન્ટેનસ  નહીં કરાતા જળબંબાકાર ના આ દ્રશ્યો સર્જાયા હતા .પાણી બચાવો ની ઝુંબેશ ચલાવનાર વડોદરા કોર્પોરેશન નું તંત્ર  યોગ્ય કાર્યવાહી કરીને પાણીનું લીકેજ અટકાવે તે જરૂરી છે . વડોદરામાં છેલ્લા કેટલાક દિવસથી ની લાઇન લીકેજ ના બનાવો ઉપરાછાપરી બની રહ્યા છે. સોમવારે દિવાળીપુરામાં પણ પાણીની લાઈનમાં ગાબડું પડતાં મેઇન રોડ પર હજારો લીટર પાણીનો જથ્થો  વેડફાઇ ગયો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!