લબરમુછીયાના મોબાઈલમાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીના 9 વિડીયો મળતા ધરપકડ

On: January 4, 2022 10:44 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– મૂળ ઉત્તરપ્રદેશનો રમજાન વકીલ સુરતમાં ઉધનામાં તેના મામા સાથે રહી કાપડ ઉપર વર્કની મજૂરી કરે છે

સુરત, : સુરત શહેર સાયબર ક્રાઈમ પોલીસે ઉધનાના લબરમુછીયાના મોબાઈલ ફોનમાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીના 9 વિડીયો મળતા તેના વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. મૂળ ઉત્તરપ્રદેશનો રમજાન વકીલ સુરતમાં તેના મામા સાથે રહી કાપડ ઉપર વર્કની મજૂરી કરે છે.

સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી હકીકતના આધારે સાયબર ક્રાઈમ પોલીસે રમજાન મોહમદ વકીલ ( ઉ.19 વર્ષ 6 માસ, રહે.પ્લોટ નં.88, પટેલ નગર, નેશનલ બેકરીની બાજુમાં, આશાપુરીની પાસે, ઉધના, સુરત. મુળ રહે.કટોખર, તા.આલાપુર, જી.આંબેડકરનગર, ઉત્તરપ્રદેશ ) ની અટકાયત કરી તેના મોબાઈલ ફોનની ચકાસણી કરતા તેમાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીના 9 વિડીયો મળ્યા હતા. આથી સાયબર ક્રાઈમ પૉલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી તેનો મોબાઈલ ફોન કબજે કર્યો હતો. છેલ્લા બે વર્ષથી સુરતમાં મામા સાથે રહેતો રમજાન વકીલ કાપડ ઉપર વર્કની મજૂરી કરે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!