ઈન્શ્યોરન્સ કંપની માંથી લોન આપવાના બહાને છેતરપિંડી કરનાર દિલ્હીનો ઠગ પકડાયો

On: January 4, 2022 8:40 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 04

વડોદરાના યુવકને ઈન્સ્યોરન્સ કંપનીના નામે ફોન કરી રૂ.12 લાખ પડાવી લેનાર ટોળકી નો માસ્ટર માઇન્ડ દિલ્હીથી ઝડપાઈ ગયો છે. આ ગેંગનો કેટલા લોકો ભોગ બન્યા છે તે મુદ્દે તપાસ કરવા પોલીસે રિમાન્ડ મેળવ્યા છે.

વડોદરાના યુવકને છેલ્લા કેટલાક સમયથી જોગી જોગી ઈન્સ્યોરન્સ કંપનીના નામે ફોન આવતા હતા. ફોન કરનારાઓમાં યુવતીઓ પણ સામેલ હતી. ડિસેમ્બર 2019 થી નવેમ્બર 2021 દરમિયાન યુવક પાસે લોન પ્રોસેસિંગ તેમજ અન્ય નામે રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા.

યુવક રૂપિયા જમા કરે એટલે તરત જ ઠગ ટોળકી રૂપિયા ઉપાડી લેતી હતી. યુવકે આ સમયગાળા દરમિયાન રૂ.12 લાખ ગુમાવ્યા હતા. પરંતુ તેને લોનની રકમ મળી ન હતી. તેણે રૂપિયાની ઉઘરાણી કરતા ઠગોએ સંપર્ક કાપી નાખ્યો હતો.

આ અંગે વડોદરા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસની ટીમે દિલ્હી ખાતે દરોડો પાડી દિનેશ ગોપાલ લોહેરા (એમ.સી.ડી.ફ્લેટ, સેક્ટર- 20, રોહિણી, નોર્થવેસ્ટ, દિલ્હી)ને ઝડપી પાડયો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!