[ad_1]
ભુજ, સોમવાર
નવા વેરિયન્ટ ઓમિક્રોનની સાથે કોરોનાના કેસો વાધી રહ્યા છે ત્યારે બાળકોને રસીકરણ અભિયાનનો કચ્છમાં પ્રારંભ થયો છે. ૧પાથી ૧૮ વર્ષના બાળકોને રસીનો પ્રાથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આરોગ્ય તંત્ર દ્વારા ૯૦૦ વેક્સિન સેન્ટર ઉભા કરાયા છે. વિદ્યાર્થીઓ કોઈપણ ભય વિના વેક્સિનેશનમાં ઉત્સાહભેર સહભાગી થયા હતા. પર૬ શાળામાં કામગીરી ઉત્સાહભેર આરંભાઈ હતી.
ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયમાં રસીકરણ ઝુંબેશનું ઉદ્ઘાટન જિલ્લા આરોગ્ય અિધકારી ડો. જનકકુમાર માઢકના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિાધ વેરિયન્ટ અંગે માહિતી આપી મહામારીને અટકાવવા મહત્તમ રસીકરણ માટે અપીલ કરી હતી. રસીકરણને મહોત્સવ બનાવીને શાળાની મહત્તમ વિદ્યાિર્થનીઓને રસી અપાઈ હતી. ભુજ ઇંગ્લીશ સ્કૂલ જૈનાચાર્ય અજરામરજી વિદ્યાલયમાં પ્રાથમ ડોઝ અપાયો હતો. વિવેકાનંદ વિદ્યાલય ધાણેટી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ધો. ૯થી ૧રના વિદ્યાર્થીઓને સાંકળવામાં આવ્યા હતા. ૩૦પ વિદ્યાર્થીઓએ વેક્સિન લીધી હતી.
કેકેએલપીએસ ટ્રસ્ટ કેરા સંચાલિત જે.પી.એલ. એન્ડ એસ હાઇસ્કૂલના ધો. ૯થી ૧રના વિદ્યાર્થીઓ અને આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓ માટે આયોજન કરાયું હતું. હાઇસ્કૂલના ૩૩૦ અને આઈ.ટી.આઈ.ના ૪૭ વિદ્યાર્થીઓને ડોઝ અપાયો હતો.
માથલ ઉચ્ચ માધ્યમિક શાળા અને સ્વામિનારાયણ ગુરૃકુળ હાઇસ્કૂલમાં વેકસીનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુરૃકુળ વિદ્યાલયના ૮૯ અને શાળાના ૪૯ બાળકોને વેકસીન અપાઈ હતી.
નખત્રાણા તાલુકાના નેત્રાની સારસ્વતમ્ સંચાલિત હાઇસ્કૂલમાં ધોરણ ૯થી ૧રમાં અભ્યાસ કરતા ૧પર વિદ્યાર્થીઓને ડોઝ આપવામાં આવ્યો હતો.
અબડાસા તાલુકામાં જુદી જુદી જગ્યાએ બાળકોને સવારાથી વેક્સિન આપવાની શરૃઆત થઈ હતી. પ્રાંત અિધકારી પ્રવિણસિંહ બતાવતે સેન્ટરની વિઝિટ કરી હતી. સિંધોડી મોટી ગામમાં દિવ્યાંગ બાળક સ્કૂલમાં આવી શકે તેમ નહોતું તેાથી તેના ઘરે જઈ વેક્સિન અપાઈ હતી.
અંજાર તાલુકાના ભીમાસર ગામે સરકારી માધ્યમિક શાળામાં ૮૮ વિદ્યાર્થીઓને રસી અપાઈ હતી.
ભચાઉ મધ્યે હાઈસ્કૂલમાં નગરપાલિકાના ઉપપ્રમુખના હસ્તે દીપ પ્રાગટય કરી શુભારંભ કરાયો હતો. બાળકોને રસી માટે પ્રોત્સાહિત કર્યા હતા.
રાપર તાલુકામાં બે દિવસ દરમિયાન ૩૭ સ્કૂલમાં ૪પ૬૧ અને સ્કૂલે ન જતાં ૬૪૪૮ મળીનુ કુલ ૧૧,૪૦૮ને વેક્સિન અપાશે જેના માટે પ૦ ટીમો બનાવવામાં આવી છે. રાપરમાં સરસ્વતી કન્યા વિદ્યાલય, સરકારી હાઈસ્કૂલ, મોર્ડન સ્કૂલ અને હોસ્ટેલના બાળકોને વેક્સિન અપાઈ હતી.
[ad_2]
Source link






