Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ઓનલાઇન કુપન જ નીકળતી નથી ! રેશન કાર્ડધારકો છેલ્લા બે દિવસથી અનાજથી વંચિત

On: January 3, 2022 4:11 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,તા.02 જાન્યુઆરી 2022,રવિવાર

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં નવા વર્ષમાં સતત બીજા દિવસે પણ રેશનકાર્ડધારકોને રેશનિંગના જથ્થાથી વંચિત રહેવું પડયું હતું. સોમવારે વ્યાજબી ભાવની દુકાનોમાં અઠવાડિક રજા હોય છે આથી તે દિવસે પણ અનાજ નહીં મળે આમ  સતત ત્રણ દિવસ સુધી રાજ્યમાં એકપણ રેશનકાર્ડ ધારક  અનાજનો જથ્થો મેળવી નહી શકે.

ગાંધીનગર  ખાતેના કંટ્રોલરૂમમાંથી  નવા વર્ષ અને મહિનાનું કાર્ડધારકને મળવાપાત્ર અનાજનો જથ્થો ઓનલાઇન દર્શાવાનો જ રહી ગયો હોવાથી તેમજ હજુ સુધી ડિસેમ્બર માસના બાકી જથ્થાનો સ્ટોક પણ ઓનલાઇન ટ્રાન્સફર કરી શકાયો ન  હોવાથી આ સમસ્યા સર્જાઇ છે.

તા.૨ જાન્યુઆરીથી વિતરણ શરૂ કરી દેવાશે તેવી પુરવઠા ખાતાની જાહેરાત પણ કાગળ પર જ રહી ગઇ હતી. હવે  પુરવઠા ખાતું જો આળશ ખંખેરી ઓનલાઇન વિગતો અપડેટ કરે તો મંગળવારે કાર્ડધારકોને અનાજ મળશે તેવી શક્યતા છે.

નવા વર્ષના જાન્યુઆરી માસનો જથ્થો રેશનિંગની દુકાનોમા ંપહોંચી ગયો છતાંય શનિવાર અને રવિવારે  એકપણ દુકાનદાર એકપણ કાર્ડધારકને કોમ્પ્યુટરમાંથી ઓનલાઇન કુપન કાઢીને  કાર્ડધારકને મળવાપાત્ર  રેશનિંગનું અનાજ  આપી શક્યો નહતો. પુરવઠા ખાતાની ભારે બેદરકારીના કારણે કાર્ડધારકો અને રેશનિંગની દુકાનોના સંચાલકોએ હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. દુકાનદારો દુકાન ખોલીને બેસે  છે પરંતુ જ્યારે   ગ્રાહકોને મળવાપાત્ર જથ્થો આપવા માટે ઓનલાઇન કુપન કાઢવા માટે કોમ્પ્યુટર ખોલે છે ત્યારે તેમાં મળવાપાત્ર અનાજના જથ્થાની વિગતો જ જોવા મળતી નથી.  જેના કારણે કુપન કાઢીને ગ્રાહકને અનાજ આપવાની આગળની આખી કાર્યવાહી કરી શકાતી નથી.  ડિસેમ્બર માસના બાકી સ્ટોકની વિગતો પણ જોવા મળી રહી નથી જેને લઇને દુકાનદારો  વધુ મુંઝાયા હતા.

ડિજીટલ અને સ્માર્ટ કામને લઇને  અનાજનું ઓફ લાઇન વિતરણ કરવા  દેવાતું  નથી,  બીજી બાજુ ઓનલાઇન જથ્થો જોવા મળતો નથી આ સ્થિતિ વચ્ચે દુકાનદારોએ કાર્ડધારકોને અનાજનો જથ્થો આપ્યા વગર જ ઘરે પાછા ધકેલવાની ફરજ પડી હતી. દુકાનદારોના જણાવ્યા મુજબ કોમ્પ્યુટરમાં મળેલી સુચના મુજબ ડિસેમ્બર ૨૦૨૧ માસના બંધ જથ્થાની માહે જાન્યુઆરી ૨૦૨૨ માસમાં ઉઘડતા જથ્થા માટેની ટ્રાન્સફર પ્રક્રિયા ચાલુ હોવાથી જાન્યુઆરી ૨૦૨૨ માસનું નિયમ મળવાપાત્ર રેશનિંગના અનાજનું વિતરણ તા. ૨ જાન્યુઆરીથી કરાશે. આ સુચના કોમ્પ્યુટરમાં ગઇકાલે જોવા મળતી હતી. આજે તા.૨ જાન્યુઆરીને રવિવારે પણ કોઇ અપડેટ દેખાતું નથી. રજા હોવાથી કોઇ કામ કરાયું નથી આથી રવિવારે પણ અનાજના જથ્થાનું વિતરણ કરી શકાયું નહોતું.

દુકાનદારોના જણાવ્યા મુજબ સિસ્ટમની ખામી છે. વારંવાર સર્વર ડાઉન થાય છે. જથ્થો દુકાનોમાં નિયમિત પહોંચાડાતો નથી.આ વર્ષે પણ આ મહિને નિયત જથ્થા ઉપરાંત પ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળનું મફત અનાજ તા.૧૫ જાન્યુઆરીથી કરાશે.

આમ શહેરમાં એકબાજુ કોરોના સંક્રમણ વધ્યું છે. ત્યારે નિયત જથ્થાની સાથે જ મફત અનાજનો જથ્થો રેશનકાર્ડધારકોને આપી દેવામાં આવે તો એક જ ધક્કામાં કામ પતી જાય અને સંક્રમણનું જોખમ ઘટે તેવી માંગણી ઉઠવા પામી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!