[ad_1]

– બે દિવસ પહેલાં ગોરવા વિસ્તારમાં ગાયે એક વૃધ્ધને ભેટી મારતા થાપામાં ફેક્ચર થયું હતું
વડોદરા,તા. 01 જાન્યુઆરી
વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં જી.ઇ.બી.ની ઓફિસ પાસેથી પસાર થઇ રહેલા એક આધેડને ગાયે ભેટી મારતા દસ ફૂટ ફંગોળાઇ ગયા હતા. સી.સી. ટી.વી.માં કેદ થયેલા દ્રશ્યોના આધારે પોલીસે આધેડને ભેટીએ ચઢાવનાર ગાય માલિક સામે કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે શહેરના ચોખંડી નાની શાક માર્કેટ પાસે આવેલી જી.ઇ.બી.ની ઓફિસ પાસેથી એક આધેડ ચાલતા પસાર થઇ રહ્યા હતા. દરમિયાન પાછળથી દોડી આવેલી ગાયે આધેડને ભેટીએ ચઢાવતા દસ ફૂટ ફંગોળાઇ ગયા હતા. આધેડને ગાયે ભેટીએ ચઢાવતાજ સ્થાનિક લોકો મદદે દોડી ગયા હતા. અને ગાયની ભેટીથી રસ્તા ઉપર ફંગોળાઇ જતાં ઇજા પામેલા આધેડને સલામત સ્થળે ખસેડ્યા હતા.નોંધનીય છે કે, બે દિવસ પહેલાં ગોરવા વિસ્તારમાં ગાયે એક વૃધ્ધને ભેટી મારતા થાપામાં ફેક્ચર થયું હતું. ઉચ્ચે હોદ્દા ઉપરથી જાહેરાતો કરી વચનો આપવામાં માહિર ભાજપાના હોદ્દેદારો શહેરને રસ્તા ઉપર રઝળતી ગાયોથી મુક્ત કરાવવામાં ધરાર નિષ્ફળ પુરવાર થયું છે.
[ad_2]
Source link






