Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

આઠ વર્ષની બાળકીનુ અપહરણ કરી બદકામ કરનાર આરોપીને 20 વર્ષની કેદ

On: January 1, 2022 4:49 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– સુરત રેલ્વે પોલીસની હદમાં ત્રણ વર્ષ પહેલાં બનેલાં ગુનામાં આરોપી રાજારામ વિશ્વકર્મા ને તમામ ગુનામાં દોષી ઠેરવાયો

(પ્રતિનિધિ દ્વારા)સુરત,શુક્રવાર

આજથી ત્રણેક વર્ષ પહેલાં સુરત રેલ્વે પોલીસે આઠ વર્ષની બાળકીનુ અપહરણ કરી બદકામના કરીને તેના પગમાંથી ચાદીના સાકળા લુટવાના કેસમાં જેલભેગા કરેલા આરોપીને આજે પોક્સો કેસોની ખાસ અદાલત ના જજ શ્રીમતી આરતીબેન અદ્વેત વ્યાસે તમામ ગુનામાં દોષી ઠેરવી બળાત્કાર ના ગુનામાં 20 વર્ષની સખ્તકેદ તથા10 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ છ મહીનાની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.કોર્ટે ભોગ બનનારને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂ.9 લાખનુ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

સુરતના ઉત્રાણ રેલ્વે સ્ટેશનની પાછળના ભાગે આવેલી ઝૂપડપટ્ટીમાં શ્રમજીવી પરિવારની આઠ વર્ષની બાળકી ગ ઈ તા.14 માર્ચ 2019ના રોજ પોતાની ફરિયાદી બહેન સાથે સૂતી હતી.જે દરમિયાન મૂળ ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ ધામ જિલ્લાના વતની 23 વર્ષીય આરોપી બુધ્ધિવિલાસ રાજારામ વિશ્વકર્માએ બાળકીને બદકામના ઈરાદે ઉપાડી જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આરોપીએ ભોગ બનનાર ના પગમાંથી ચાદીના સાકળા લુટીને બાળકીને બેભાન હાલતમાં મુકીને નાસી ગયો હતો.

જેથી ભોગ બનનાર બાળકીએ લોહીલુહાણ હાલતમાં ભાનમાં આવ્યા બાદ સમગ્ર ઘટના પોતાની બહેનને જણાવતા સુરત રેલ્વે પોલીસમાં આરોપી રાજારામ વિશ્વકર્માની અપહરણ, દુષ્કર્મ, લુટ તથા પોકસો એકટના ભંગના ગુનામાં ઘરપકડ કરી જેલભેગો કર્યો હતો.

આજરોજ આ કેસની અંતિમ સુનાવણી ચાલી જતાં કોર્ટે રેકર્ડ પર આવેલા પુરાવા તથા સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ 12 મુખ્ય સાક્ષી,ચાર સ્વતંત્ર સાક્ષી 41 પંચ સાક્ષી ચાર તબીબ પોલીસ સાક્ષી તથા 29 દસ્તાવેજી પુરાવાથી

ફરિયાદ પક્ષનો કેસ નિ:શકપણે સાબિત કર્યો હતો.સરકાર પક્ષે સાયોગિક પુરાવાની ક્રમબધ્ધ કડી જોડીને આરોપી સામેના ગુનાને સાકળતી કડી પુરવાર કરી હતી.

જેથી કોર્ટે આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવી ઉપરોક્ત કેદ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે.કોર્ટે જણાવ્યું હતું કે ભોગ બનનાર બાળકી સાથે આટલી નાની ઉંમરે જે બનાવ બન્યો છે તેની માનસિક અસર આજીવન રહેશે.બાળકીએ ભોગવેલી સર્જરીની શારીરિક પીડાનુ વળતર મળવું ન્યાયી અને જરૂરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!