વિદ્યાર્થીઓના સ્કૂલ યુનિફોર્મના પેમેન્ટ પેટે આપેલા 4.65 લાખના ચેક રીટર્ન કેસમાં સ્કૂલ સંચાલકને 6 માસની કેદ

On: December 31, 2021 12:28 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– આરોપીની ગુનાઈત માનસિકતા જણાતી માત્ર બાળબચ્ચાવાળા હોવાના કારણથી હળવી સજા કે દંડ કરવો ન્યાયોચિત નથી :કોર્ટ

(પ્રતિનિધિ દ્વારા) સુરત, શુક્રવાર

આજથી ચાર વર્ષ પહેલાં વિદ્યાર્થીઓ ના સ્કુલ યુનિફોર્મ ની ઉધાર ખરીદીના પાર્ટ પેમેન્ટ પેટે આપેલાં રૂ.4.65 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપી સ્કુલ સંચાલકને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ સંજયકુમાર સી.મકવાણા એ દોષી ઠેરવી છ માસની કેદ, ફરીયાદી ને ચેકની રકમ ત્રીસ દિવસમાં વળતર તરીકે ચૂકવવા હુકમ કર્યો હતો.જો આરોપી વળતર ન ચૂકવે તો વધુ્ બે મહીનાની કેદની સજા અલગ અલગ ભોગવવા હુકમ કર્યો છે.

પુણાગામ માં નારાયણ નગર સોસાયટીમાં રહેતા તથા સ્કૂલ યુનિફોર્મના વેચાણ કરતાં સિંઘલ ટ્રેડર્સના ફરિયાદી સંચાલક રાજેશ જગદીશ પ્રસાદ સિંઘલે એપ્રિલ-મે 2017 દરમિયાન કુલ રૂ.11.48 લાખની કિંમતના યુનિફોર્મ કડોદરા રોડ સ્થિતિ વરેલી ગામની શ્રી સદ્દગુરુ શિક્ષા નિકેતન વિદ્યાલયના આરોપી ટ્રસ્ટી મનોજકુમાર રામાશ્રય શર્મા(રે. બાલાજી ગ્રીનસીટી, કડોદરા બારડોલી રોડ)ને ઉધાર વેચાણ આપ્યા હતાં. જે પૈકી આરોપી સંચાલકે ચૂકવણી પેટે રૂ.6.83 લાખ રોકડા બાકી લેણા પેટે 4.65લાખના બે ચેક લખી આપ્યા હતા.જે ચેકને ફરિયાદી એ બેકમા વટાવવા નાખતાં આરોપીના ખાતામાં અપુરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યા હતાં.

જેથી ફરિયાદી રાજેશ સિંઘલે એડવોકેટ મિનેશ ધનસુખ ભાઈ ઝવેરી મારફતે આપેલી નોટીસનો અમલ ન કરતાં ચેક રીટર્ન અંગે કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.

આજે આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવતાં કોર્ટે રેકર્ડ પરના પુરાવા અને ફરિયાદ પક્ષે પોતાનું કાયદેસરનું લેણું યોગ્ય પુરાવાથી પુરવાર કર્યુ હોવાનો નિર્દેશ આપ્યો હતો.આરોપીએ તેમના વિરુદ્ધના કાનુની અનુમાનોનુ ખંડન કરવામાં નિષ્ફળ જતાં આરોપીને દોષી ઠેરવ્યો હતો.આરોપીએ પોતે બાળ બચ્ચાવાળા હોઈ સજામાં રહેમ રાખવાની માંગને કોર્ટે નકારી જણાવ્યું હતું કે માત્ર બાળ બચ્ચાવાળા માણસ હોવાના કારણથી આરોપીને હળવી સજા અને દંડ ન કરી શકાય.ઉપરોક્ત કેદ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!