ગુજસીટોકના ગુનામાં વધુ 2ની ડિંડોલી પોલીસે લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી ધરપકડ કરી

On: December 29, 2021 7:05 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– પ્રોટેક્શન મની માંગનાર કેલીયા, દયાવાન અને મનીયા ડુક્કર ગેંગ વિરુદ્ધ ડિંડોલી પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો

( પ્રતિનિધિ દ્વારા ) સુરત, બુધવાર

ગુજસીટોકના ગુનામાં વધુ 2ની ડિંડોલી પોલીસે લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી ધરપકડ કરી છે. પ્રોટેક્શન મની માંગનાર કેલીયા, દયાવાન અને મનીયા ડુક્કર ગેંગ વિરુદ્ધ ડિંડોલી પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અમારી ગેંગના બંટી દયાવાન, આંબા કોળી અને કેલીયાભાઈ જેલમાં છે તેમના ખર્ચા માટે પૈસા જોઈએ છીએ કહી ડિંડોલીના ટેલર યુવાન પાસે પ્રોટેક્શન મની માંગનાર મનીયા ડુક્કર ગેંગ અને કેલીયા, દયાવાન ગેંગ વિરુદ્ધ ડિંડોલી પોલીસે ગુજસીટોક હેઠળ પાંચ દિવસ અગાઉ કાર્યવાહી હાથ ધરી હતી. ડિંડોલી પોલીસે અગાઉ ખંડણીના ગુનામાં ચારની ધરપકડ કર્યા બાદ વધુ બે ની ધરપકડ કરી હતી.. જયારે મુખ્ય સુત્રધારો પ્રવિણ ઉર્ફે આંબા આધારભાઇ કોળી, દયાવાન ઉર્ફે બંટી અશોકભાઇ પાટીલ, સાગર ઉર્ફે નિતીન ઉર્ફે મનોજ ઉર્ફે મનીયા ડુક્કર સંતોષભાઇ સોનવણે સહિત 7 જેલમાં હોય તેમની ધરપકડ માટે તજવીજ શરૂ કરી હતી.

ડિંડોલી પોલીસે અગાઉ પ્રવિણ ઉર્ફે આંબા આધારભાઇ કોળી, દયાવાન ઉર્ફે બંટી અશોકભાઇ પાટીલ, સાગર ઉર્ફે નિતીન ઉર્ફે મનોજ ઉર્ફે મનીયા ડુક્કર સંતોષભાઇ સોનવણે ઉપરાંત અજય ઉર્ફે જેકીયા ગુલાબ ખરે તેમજ સાગર આધાર કોળીની લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી ધરપકડ કરી હતી. જયારે ગતરોજ વધુ બે આરોપી ગણેશ ઉર્ફે બટકા બાપુભાઈ કોળી ( ઉ.વ.20, રહે. પ્લોટ નં.99, આર.ડી.નગર, શિવાજીના પુતળાની બાજુમાં, ચિંતાચોક, નવાગામ ડીંડોલી, સુરત. મુળ રહે. ચૌગાંવ, તા.દોડાંઈચા,જી. ધુળે ) અને રૂપેશ ઉર્ફે રૂપિયા શાલીક બુદો મરાઠે ( ઉ.વ.20, રહે.પ્લોટ નં.49, રેખાબેન ભાવચંદભાઈ પાટીલના મકાનમાં, આર.ડી.નગર, દિપાલી પાર્કની બાજુમાં, ચિંતાચોક પાસે, નવાગામ ડીંડોલી, સુરત. મુળ રહે. નસરાબાદ, જી.જલગાંવ, મહારાષ્ટ્ર ) ની લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી ધરપકડ કરી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!