[ad_1]
બોડેલીઃ બોડેલી તાલુકાના ચલામલી ગામે રહેતા અને મૂળ કવાંટ તાલુકાના રોઢધા ગામના મુકેશ ભાઇ રાઠવા જીઆર ડી જવાન તરી ફરજ બજાવે છે, તા 22 ના રોજ સાંજે ચલામલી આઉટ પોસ્ટે જુના રહેણાંક માનમાં બેઠા હતા.
તે સમયે ગેમલભાઇ રાઠવા,કિરણ રાઠવા તથા કપિલ રાઠવા (તમામ રહે મોટાવાંટ તા. બોડેલી જિ છોટાુદેપુર મૂળ રહે રોડધા સુથારી ફરિયા તા કવાંટ જિ. છોટાઉદેપુર) બાઇક લઇ આળી જુના મકાનનો દરવાજો તોડી મુકેશ ભાઇને ઢસડીને બહાર કાઢી કપીલભાઇએ લોખંડની પાઇપ મુકેશભાઇના માથામાં મારતા બેભાન થઇ જતાં 108 મારફતે સારવાર માટે બોડેલી સરકારી દવાખાને ખસેડયા હતા.મુખેસ ભાઇને જીવલેણ ઇજા થઇ હોવાથી વધુ સરાવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા.જ્યારે હુમલાખોર ત્રણ શખ્સ વિરૃધ્ધ ગુનો દાખલ કર્યો છે.
[ad_2]
Source link






