
કપરાડા માં તારીખ 19 ડિસેમ્બર ના રોજ યોજાયેલી ચૂંટણીમાં સમગ્ર વલસાડ જિલ્લામાં 71 ટકા મતદાન થયું હતું જે બાદ મત ગણતરી કપરાડા સરકારી કોલેજ ખાતે તરીખ 21 ના રોજ યોજાઈ હતી જેમાં કપરાડા તાલુકાના આમધા ગામે મહિલા સરપંચ ના ઉમેદવાર કુસુમ બેન પંકજ ભાઈ હાડળ નો ભવ્ય વિજય થયો હતો તેમને કુલ 765 મતો મળ્યા જ્યારે તેમના વોર્ડ સભ્ય માં વોર્ડ નંબર 3 માં શુભાસભાઈ નવસુ ભાઈ વળવી ને 93 મતો,વોર્ડ નંબર 5 માં વૈશાલી બેન જેકી ભાઈ ગવળી ને 165 મતો,વોર્ડ નંબર 6 માં સુમિત્રા બેન સતીશભાઈ ગુરવા 164 મતો,વોર્ડ નંબર 8 માં રિનલ શુભાસભાઈ ઓઝરીયા 82 વોટ સાથે વિજેતા થતા ભવ્ય વિજ્યોત્સવ નીકળ્યો હતો સરપંચ પદના ઉમેદવાર ના સમર્થકો ભારે ઉત્સાહ માં જોવા મળ્યા હતા આગામી દિવસ માં આમધા ગામને મોડેલ ગામ બનાવવા માટે તેમજ વિકાસના દરેક કામો કરવા માટે નવા સરપંચ કુસુમ બેને ખાતરી આપી હતી
આમ આમધા ગામના રોડ રસ્તા પાણી લાઈટ સહિતની પ્રાથમિક સુવિધા આવાસ લોકોને મળે તે માટે સતત કામગીરી કરવા સરપંચ કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું





