[ad_1]
તલોદ.તા.18
સાબરકાંઠા
જિલ્લાના તલોદ તાલુકાના ખેરોલ ગામની પ્રાથમિક
શાળાના શિક્ષિકાનો કોવિડ ૧૯ નો રિપોર્ટ
પોઝિટિવ આવ્યો હોવાનું જાહેર થતા ખળભળાટ
મચી જવા પામ્યો છે.મહિલા શિક્ષિકાના પતિ તલોદ નાગરિક બેંક માં ફરજ બજાવે છે.
તેમનો રિપોર્ટ પણ
પોઝિટિવ આવવાની આશંકા ઉદભવી છે. જે પોઝિટિવ છે કે નહિ ? તે આજે રવિવારે સાંજે ખાતરી થશે તેમ તંત્ર કહી રહ્યું છે. આરોગ્ય તંત્રએ કોરોના પોઝિટિવ શિક્ષિકા બહેનના બેન્કર પતિનો તથા ખેરોલ શાળાના
અન્ય સ્ટાફનો અને તલોદ નાગરિક બેંકના તમામ સ્ટાફનો કોરોના સંદર્ભના લેબ રિપોર્ટ કરાવવાની ફરજ પડી છે. જેના તમામ
રિપોર્ટસ રવિવારે સાંજ સુધીમાં આવી જશે.
તલોદ તાલુકામાં ફરજ બજાવતા અને કોરોના પોઝિટિવના મહિલા દર્દી પરિવાર સાથે
ગાંધીનગરના કુડાસણ ખાતે રહે છે જ્યાંથી બંને તલોદ/ ખેરોલ અપડાઉન કરે છે પરિણામે
ગાંધીનગર,તલોદ અને ખેરોલ પંથકના અન્ય લોકો સંક્રમિત થયા હશે કે કેમ ?
તે સવાલ ઉભો થયો છે.
તલોદ નાગરિક
બેંકના સ્વસ્થ એવા તમામ સ્ટાફના સેમ્પલ લઈને કોવીડ ૧૯ ના લેબ.ટેસ્ટ માટે
હિંમતનગર મોકલી આપવામાં આવ્યા છે. તલોદ
પંથકમાં પણ કોરોનાની એન્ટ્રી થઇ છે.
જેને લઇ લોકોમાં ભયનો માહોલ છવાયો છે. નોંધનીય છેકે, તલોદ
નગર અને તાલુકાના કેટલાક ગામોમાં
ડેન્ગ્યુના સંખ્યાબંધ દર્દીઓ હોવાનું ચર્ચામાં રહ્યું છે.
[ad_2]
Source link






