પાંચોટની ઈન્ડીયન બેન્કના ગ્રાહકો તોબા પોકારી ઉઠયા

On: December 15, 2021 1:58 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,તા.14

મહેસાણા તાલુકાના પાંચોટ ગામમાં આવેલી ઈન્ડીયન બેન્કના
કર્મચારીઓ દ્વારા આસપાસથી આવતા ગામડાના ગ્રાહકોને ધક્કા ખવડાવવામાં આવતા હોવાની
ફરીયાદ વધી રહી છે. કર્મચારી હાજર ન હોવાથી કેવાયસી સહિતના ફોર્મ ભરવા ધરમધક્કા
ખવડાવી રહ્યા હોવાનું ગ્રાહકો કહી રહ્યા છે.

પાંચોટમાં આવેલી
ઈન્ડીયન બેન્ક સાથે આસપાસના ગામડાઓના ગ્રાહકો જોડાયેલા છે. પરંતુ ધીમે ધીમે આ
બેન્કના કર્મચારીઓની આળશના કારણે ગ્રાહકોના કામો પાછળના દિવસોમાં ધકેલી જાણી જોઈને
હેરાન-પરેશાન કરતા હોવાનું ગ્રાહકોને લાગી રહ્યું છે. મંગળવારે બે મહિલાઓને આ
બેન્કમાં ગ્રાહક પાસે કેવાયસી અપડેટ કરવાના નામે બે વખત ધક્કો પડયો હોવાનું સામે
આવ્યું છે. તો બીજી તરફ અન્ય એક યુવતિને ૧૮ વર્ષ થયા હોઈ ફોર્મ ભરવું પડશે તો
કર્મચારી હાજર નથી કાલે આવજો ફોર્મ ભરી આપશું તેવા ઉડાઉ જવાબો બેન્ક કર્મચારીઓ આપી
રહ્યા છે. ગામડાના લોકોને જરૃર સમયે રૃપિયાની જરૃર હોઈ આવા વખતે બેન્ક દ્વારા
સહકાર ન મળતાં આ બેન્કના ગ્રાહકો ધીમે ધીમે રોષ સાથે દૂર થઈ રહ્યાનું જાણવા મળી
રહ્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!