[ad_1]

વડોદરા, તા. 13 ડિસેમ્બર 2021 સોમવાર
ઇડર ખાતે પિયરમાંથી સાસરીમાં જવા નીકળેલી એક મહિલા ભેદી સંજોગોમાં સુરત રેલ્વે સ્ટેશન પહોંચી જતા અને તેનો સામાન લૂંટી લેવાતા વડોદરા પોલીસે મહિલાની મદદ કરી તેના પતિને સોંપી હતી.
ઇડરમાં પિયરમાં આવેલી મહિલા નજીકના પોષી ગામે આવેલા પિયરમાં જઈ રહી હતી ત્યારે એસટી બસ નહીં મળતા ઈકો કારમાં બેઠી હતી. ત્યારબાદ થોડીવારમાં મહિલાને ચક્કર આવવા માંડ્યા હતા અને ભાન ભૂલી ગઈ હતી.
મહિલા જ્યારે ભાનમાં આવી ત્યારે તે સુરત રેલ્વે સ્ટેશન વિસ્તારમાં હતી તેમજ તેની પાસે નો સામાન અને મોબાઈલ લૂંટાઈ ગયા હતા. એક સદગૃહસ્થ મહિલાની મદદ આવ્યા હતા અને તેના પતિને જાણ કરી મહિલાને વડોદરા રેલ્વે સ્ટેશન સુધી લાવ્યા હતા.
દરમિયાન સયાજીગંજ પોલીસ સ્ટેશનની શી ટીમ મદદે આવી હતી અને મહિલાના પતિનો સંપર્ક કરી તેમજ ઇડર પોલીસ ને જાણ કરી બંને વડોદરા બોલાવી મહિલાને સુરક્ષિત રીતે તેઓને સોંપી હતી.
[ad_2]
Source link






