પૂર્વના મધ્યમ,ગરીબ વર્ગ માટે અમદાવાદ મ્યુનિ.ના આશિર્વાદરુપ સાબિત થઈ રહેલા અર્બન હેલ્થ સેન્ટર

On: December 12, 2021 11:07 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ,રવિવાર,12
ડીસેમ્બર,2021

અમદાવાદ પૂર્વમાં મધ્ય ઉપરાંત દક્ષિણ, ઉત્તર અને પૂર્વ
એમ ચાર ઝોન આવેલા છે.આ ચાર ઝોનમાં રહેતા લાખો નાગરિકો માટે અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશન હસ્તકના અર્બન હેલ્થ સેન્ટર આશિર્વાદરુપ સાબિત થઈ રહ્યા છે.બાળકનો જન્મ
થાય એ સમયથી તે બે વર્ષનો થાય ત્યાં સુધી એને આપવાની થતી તમામ વેકિસન અર્બન હેલ્થ
સેન્ટર ઉપરથી વિનામૂલ્યે આપવામાં આવી રહી છે.એક અંદાજ મુજબ બાળક જન્મે તે સમયથી બે
વર્ષનો થાય ત્યાં સુધી તેને આપવા પાત્ર થતી રોગ પ્રતિકારક શકિત વધારતી વેકિસન જો
ખાનગી દવાખાના કે હોસ્પિટલમાં આપવામાં આવે તો અંદાજે વીસ હજાર ઉપરાંતનો ખર્ચ આવતો
હોય છે.જે મ્યુનિ.ના અર્બન હેલ્થ સેન્ટર ઉપર રસી અપાવવાથી બચત થઈ શકે છે.

સરકારની ગાઈડ લાઈન પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત
અર્બન હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસર ઉપરાંત નર્સ
, લેબોરેટરી સ્ટાફ,
ટેકનિશ્યન, ફિલ્ડ વર્ક
કરનાર સ્ટાફ ફરજ બજાવે છે.અમદાવાદમાં ૭૫ જેટલા અર્બન હેલ્થ સેન્ટર અને ૧૨ જેટલા કોમ્યુનિટી
હેલ્થ સેન્ટર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે.આ તમામ
અર્બન હેલ્થ સેન્ટર તેમજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં તમામ પ્રકારની દવાઓ પણ ઉપલબ્ધ
હોય છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડોકટર તેજસ શાહની મળેલી પ્રતિક્રીયા
મુજબ
,મ્યુનિસિપલ
કોર્પોરેશન હસ્તકના અર્બન હેલ્થ સેન્ટર તેમજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ગાયનેકોલોજીસ્ટ
,બાળકોની સારવાર માટે
પિડીયાટ્રીશિયન સહીતના તબીબ સેવા આપે છે.

તાવ,શરદી,ખાંસી થી લઈ અન્ય
કોઈ પણ પ્રકારની બીમારીની સારવાર અને નિદાન તેમજ દવા વિનામૂલ્યે આપતા આ અર્બન
હેલ્થ સેન્ટર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશિર્વાદરુપ એટલા માટે બન્યા છે
કેમકે જો આ વર્ગના દર્દી કોઈ ખાનગી દવાખાના કે પ્રેકટિશનર પાસે સારવાર લેવા જાય તો
વિઝિટ ફી જ ૩૦૦ થી વધુ ચુકવવાની થતી હોય છે.ઉપરાંત દવા
,ઈંજેકશન કે ટેસ્ટ
કરાવવાના થાય તો એનો ચાર્જ અલગ ચુકવવો પડતો હોય છે.આ પરિસ્થિતિમાં હાલના કારમી
મોંઘવારીના સમયમાં માંડ બે ટંકના રોટલા ભેગા થતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો
હવે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વિવિધ વોર્ડમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર અને
કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સારવાર લેવા તરફ આગળ વધી રહ્યા છે.એક અંદાજ મુજબ
અમદાવાદમાં જન્મ લેતા એક લાખ બાળકો પૈકી ૬૦ થી ૬૫ હજાર બાળક બે વર્ષના થાય ત્યાં
સુધી તેને આપવાપાત્ર થતી તમામ વેકિસન મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર
કે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપરથી આપવામાં આવી રહી છે.

બાળકને  વિનામૂલ્યે
અપાતી રસી કઈ-કઈ
?

સમય           રસીનું
નામ             ખાનગી દવાખા
નામાં લેવાતો  ચાર્જ(રુપિયામાં)

૧.૫ મહિને     બી.સી.જી.હીપેટાઈટીસ           ૮૦૦

૨.૫ મહિને     પેન્ટા-૨                        ૧૦૦૦

૩.૫ મહિને     રોટા-૩                         ૧૨૦૦

૯ મહિને        એમ.આર.      .               ૧૦૦૦

(નોંધ,આ ઉપરાંત પણ બાળક
બે વર્ષનું થાય ત્યાં સુધી તેને વિવિધ રસી અપાય છે.)

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!