[ad_1]
વડોદરા,સગીર વયની કિશોરીનો સતત પીછો કરી હેરાન કરતા
યુવકને સમજાવવા ગયેલા કિશોરીના ભાઇ અને પિતા
સાથે યુવકે ઝઘડો કર્યો હતો.જે અંગે પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના વાડી વિસ્તારમાં રહેતા શ્રમજીવીએ
પાણીગેટ પોલીસને ફરિયાદ કરી જણાવ્યું છે કે,મારી ૧૭ વર્ષની પુત્રી છે.ગઇકાલે બપોરે એક
વાગ્યે હું મારા કામ પર હતો.તે સમયે મારા પુત્રનો કોલ આવ્યો હતો કે,રાજા ભરતભાઇ કનોજીયા છેલ્લા કેટલાક સમયથી બહેનનો પીછો કરતો હતો.અને ઘરની બહાર
ઉભો રહીને ઇશારા કરતો હતો.જેથી,મેં રાજાના ઘરે જઇને પૂછ્યું હતું કે,તું કેમ મારી બહેનનો પીછો કરે છે? અને ઘરની બહાર ઉભો રહી ઇશારા કરે છે?મારી વાત સાંભળીને રાજા ઉશ્કેરાઇ ગયો હતો.તેણે મને ગંદી ગાળો બોલી કહ્યું હતું
કે,તારી બહેનને તો હું મારા ઘરના પાણી ભરાવીશ.
જેથી,હું તરત ઘરે આવ્યો
હતો.અને મારી પુત્રીને પૂછતા તેણે જણાવ્યું હતું
કે,રાજા છેલ્લા કેટલાક સમયથી મારો પીછો કરે છે.હું જ્યાં જઉં ત્યાં મારી પાછળ આવે
છે.તેમજ ઘરની બહાર ઉભો રહીને પણ ઇશારા કરે છે.અંદરો અંદર ઝઘડો થાય તેની બીકના
કારણે મેં તમને કશું કહ્યું નહતું.હું પણ
રાજાના ઘરે તેને કહેવા જતા તેણે ઉશ્કેરાઇને મારી સાથે ઝઘડો કર્યો હતો.
[ad_2]
Source link






