જામનગર શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યા પછી એકીસાથે દસ રહેણાક મકાનોમાં ચોરી થઇ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ

On: December 4, 2021 12:33 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, 4 ડિસેમ્બર 2021 શનિવાર 

જામનગર શહેરમાં શુક્રવારની રાત્રિએ તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો, અને એકી સાથે 10 મકાનોને નિશાન બનાવી લીધા હોવાનું સામે આવ્યું છે અને તમામ 10 સ્થળે ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. તસ્કરોને પકડવા માટે પોલીસ દ્વારા જુદાજુદા વિસ્તારના સીસીટીવી કેમેરા ફંફોડવામાં આવી રહ્યા છે.

જામનગર ના રામેશ્વર નગર વિસ્તાર ઉપરાંત કે પી શાહ ની વાડી અને નવાગામ ઘેડ સહિતના જુદા-જુદા વિસ્તારોમાં એક નિવૃત પોલીસ કર્મચારી સહિતના દસ જેટલા મકાનોને તસ્કરોએ નિશાન બનાવી લીધા નું સામે આવ્યું છે, અને તમામ સ્થળોએ તસ્કરોએ હાથફેરો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન નો તમામ સ્ટાફ હરકતમાં આવી ગયો છે, અને તસ્કરોને પકડવા માટે દોડધામ કરી છે.

ઉપરોક્ત ચોરીના બનાવ અંગે સ્વામિનારાયણ નગરમાં રહેતા ભાનુબેન કાન્તિલાલ વાઘેલા એ પોતાના રહેણાંક મકાનમાંથી રૂપિયા એક લાખ 20 હજારની રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીનાની તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે. પોતે નોકરી પર ગયા હતા દરમિયાન પાછળથી તસ્કરો એ તેમના રહેણાંક મકાનને નિશાન બનાવી લીધું હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે.

ઉપરાંત કે.પી. શાહની વાડીમાં રહેતા રીતેશભાઈ ગોહિલ ના રાહેણાક મકાનમાંથી રૂપિયા 60 હજારની કિંમતના દાગીનાની ચોરી થઇ ગયાનું પોલીસમાં જાહેર કરાયું છે. આ ઉપરાંત નવાગામ ઘેડમાં રહેતા ઓસ્માણભાઈ ખીરાના મકાનમાંથી ચોરી થઈ છે. જ્યારે સ્વામિનારાયણ નગરમાં રહેતા જયેશભાઈ વાઘેલાના મકાન તેમજ તે જ વિસ્તારમાં રહેતા  કેરાલિયન પરિવારના મકાનમાંથી ચોરી થઈ છે.

આ ઉપરાંત વિનાયક પાર્કમાં રહેતા વિનોદભાઈ રાવલના રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી લીધાનું જાહેર છે. જ્યારે રામેશ્વર નગર નજીક વિનાયક પાર્ક માં રહેતા શશીકાંતભાઈ ભટ્ટ ના રહેણાક મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે. નિર્મળનગર – 2 માં રહેતા નિવૃત્ત પોલીસ કર્મચારી ઇન્દુભા રણુંભા ઝાલાના રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી લીધાનું જાહેર કરાયું છે. જ્યારે નિર્મળનગરમાં જ રહેતા મુકુંદભાઈ મહેતાના ઘરમાંથી પણ ચોરી થઈ છે. જ્યારે રાંદલ નગર વિસ્તારમાં રામાપીરના મંદિરની બાજુમાં રહેતા નયનાબા જાડેજા ના રેહેણાક મકાનમાંથી પણ તસ્કરો હાથફેરો કરી ગયાનુ પોલીસ ફરિયાદમાં જાહેર કરાયું છે.

જે તમામ 10 ચોરી અંગે સીટી બી ડિવિઝન પોલીસ કાફલો તપાસ ચલાવી રહ્યો છે, અને બે ડઝનથી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!