મોડાસામાં વોરંટ ડયુટીના પોલીસ કર્મી ઉપર હુમલો : છ સામે ફરિયાદ

On: December 4, 2021 12:22 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મોડાસા,તા.3

મોડાસાના કસ્બા વિસ્તારમાંના એક આરોપીને પકડ અને રીકવરી વોરંટ
બજાવવા ગયેલી પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપર હુમલો કરાતાં આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી.
આ પ્રકરણે કોર્ટની વોરંટ ડયુટીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને ધક્કે ચડાવી ગાળો બોલી
જાનથી મારી નાખવાની ધમકી આપનાર અને સરકારી ફરજમાં રૂકાવટ કરનાર વોન્ટેડ આરોપી અને તેના
મદદગારો વિરૂધ્ધ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પ્રકરણે પોલીસ પકડથી બચવા બેભાન થવાનો ડોળ કરનાર આરોપીને સારવાર
અર્થે ખસેડાયો છે. જયારે ટાઉન પોલીસે ત્રણ મહિલા સહિત છ આરોપીઓ વિરૂધ્ધ આઈપીસી અને
એટ્રોસીટીનો ગુનો નોંધી વધુ તપાસ એસસી એસટી સેલના ડીવાયએસપી ને સોંપાઈ છે.

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને  કોર્ટમાં વોરંટ ડયુટી બજાવતા પોલીસ કર્મી ચીમનભાઈ
ભગોરા શુક્રવારના રોજ તેઓને સોંપવામાં આવેલ પકડ અને રીકવરી વોરંટ બજાવવા ટાઉન પોલીસની
ટીમ સાથે નગરના કસ્બા વિસ્તારમાં ગયા હતા. મોડાસા અને જિલ્લાની જુદીજુદી કોર્ટના વોરંટની
બજવણીથી બચવા છેલ્લા કેટલાય સમયથી નાસતો ફરતો આરોપી અલ્તાફહુસેન ગુલામનબી શેખ ઘરે આવ્યો
હોવાની બાતમી મળતાં આ હેડ કોન્સ્ટેબલ છ  પકડ
અને રીકવરી વોરંટ બજાવવા ટાઉનની ટીમ સામે કસ્બા વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યારે વોન્ટેડ
આરોપી અલ્તાફહુસેન પોલીસને જોઈ બકરા બાંધવાના વાડામાં છુપાઈ ગયો હતો.

કોર્ટ વોરંટના ડયુટી કર્મી પોલીસે આરોપીને સંતાઈ ગયેલો જોતાં
પોતાની ઓળખ આપી હતી. પરંતુ એકાએક ઉશ્કેરાઈ ગયેલા આ આરોપીએ કઈ કોર્ટે
? કયા મેજીસ્ટ્રેટે
? વોરંટ આપેલ છે એમ
જોરશોરથી બોલવા માંડયો હતો.અને આ પોલીસ આવી છે
,પોલીસને પતાવી દો,તેને ભગાડી
દો
, મને ખોટી
રીતે પકડવા આવેલ છે તેમ બૂમો પાડતાં તેની બૂમો સાંભળી નજીકમાંથી આદીલહુસેન શેખ
, તસ્લીમબાનુ ચૌહાણ, ગુલામનબી શેખ, સમીમબાનુ શેખ, કુરેશાબાનુ શેખ દોડી
આવ્યા હતા.અને આરોપીને ભગાડી દેવાના ઈરાદે પોલીસ જોડે ધક્કા મૂકી કરી મૂકી હતી. અને
વોરંટ ડયુટીના હેડ કોન્સ્ટેબલને જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો અને ગાળો ભાંડવા માંડયા
હતા.દરમ્યાન આરોપીએ પોલીસ પકડથી બચવા તેની બહેનના ખોળામાં બેભાન થવાનો ડોળ કરતાં ઈમરજન્સી
સેવા ૧૦૮ દ્વારા તાબડતોડ સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો. આ પ્રકરણે ટાઉન પોલીસે
આરોપી સહિત છ વિરૂધ્ધ આઈપીસી અને એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી હતી. અને આ ચકચારી હુમલા પ્રકરણે વધુ તપાસ એસસી એસટી સેલના ડીવાયએસપી વિશાલ
રબારીને સોંપાઈ હતી. પોલીસ ઉપરના આ ચકચારી હુમલા પ્રકરણે ટાઉન પોલીસે કસ્બા વિસ્તારમાં
છાપો મારી ૪ આરોપીઓને ઝડપી હવાલાતે કર્યા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!