(રિપોર્ટર નીતિન પટેલ દ્વારા)
વાપી જલારામ મંદિરની સામે નેશનલ હાઈવે નંબર 848 ઉપર સીમેન્ટ કોન્ક્રીટનો માલ ભરેલ મિક્સસર ટ્રક મળસ્કે 3 વાગ્યાના સમયે મુંબઇથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે સમયે અચાનક ડ્રાઈવરને ઝોકું આવી જતાં સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સામેની સાઈડ ડિવાઇડર કુદાવી ટ્રક પલ્ટી મારી ઘસડાઈને મોડાસાથી ઘઉં ભરેલ ટ્રક મનોર (મહારાષ્ટ્ર) તરફ જઈ રહેલ ટ્રક સાથે ધડાકાભેર અથડાતા મોડાસાથી આવતી ટ્રક પણ પલ્ટી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર નેશનલ હાઈવે નંબર 48 ઉપર સીમેન્ટ કોન્ક્રીટનો માલ ભરેલ મિક્સસર ટ્રક મળસ્કે 3 વાગ્યાના સમયે મુંબઇથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે સમયે અચાનક ડ્રાઈવરને ઝોકું આવી જતાં સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સામેની સાઈડ ટ્રક પલ્ટી મારી ઘસડાઈને મોડાસાથી ઘઉં ભરેલ ટ્રક મનોર (મહારાષ્ટ્ર) તરફ જઈ રહેલ ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી અને ટ્રક સર્વિસ રોડની ગ્રીલ તોડી ગટર ઉપર પલ્ટી થઈ ગઈ હતી જેમાં મોડાસાના ટ્રકના ક્લીનરને પગમાં ફ્રેકચર થવા પામેલ, સદ્ નસીબે કોઈ જાનહાનિ થઈ ના હતી. આ ઘટનાના લીધે હાઈવે અને સર્વિસ રોડ ઉપર ટ્રાફિક જામ થઇ હતી. વાપી ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી સવારના 9:30 વાગ્યા સુધી ખાડેપગે ઉભા રહી બંને ટ્રકને ખસેડવાની કામગીરી હાથ હતી.







