Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે તમામ તાલુકાઓમાં બે ઇંચ વરસાદ

On: December 2, 2021 10:30 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી જિલ્લામાં જળબંબોળ
જેવી સ્થિતિઃ ડાંગમાં ભારે પવનથી ઘરોના પતરા ઉડયા

– 24
કલાકમાં સુરત શહેરમાં સરેરાશ
2.6 ઇંચ વરસાદ ખાબકી ગયો

        સુરત

વેસ્ટર્ન
ડિસ્ટબર્ન્સની અસરથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેઠું હોય તેવો
માહોલ સતત બીજા દિવસે જોવા મળ્યો હતો. સુરત
, નવસારી, વલસાડ,
ડાંગ, તાપી જિલ્લાના તાલુકાઓમાં બે ઇંચ જેટલો
વરસાદ વરસી પડયો હતો. વાતાવરણ ઠંડુગાર બની જતા લોકો ઠુંઠવાયા હતા. સુરતના
ઉમરપાડામાં સૌથી વધુ ૬ ઇંચ વરસાદ ખાબકી પડયો હતો. ચોવીસ કલાક સુધી એકધારા વરસાદને
પગલે ખેડૂતોને ભારે નુક્સાન થયું છે.

વેસ્ટર્ન
ડિસ્ટબર્ન્સની અસરના પગલે સુરત શહેર અને જિલ્લામાં બુધવારથી મુશળધાર વરસાદ વરસી
રહ્યો છે. જેમાં બુધવારે સાંજે છ વાગ્યાથી આજે સાંજે છ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં
સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં ૬ ઇંચ
,
મહુવામાં ૩.૫ ઇંચ, પલસાણામાં ૩ ઇંચ સહિત તમામ
તાલુકામાં દેમાર વરસાદ ઝીંકાયો હતો. વિતેલા ૨૪ કલાકમાં સુરત જિલ્લામાં કુલ ૬૫૭
મિ.મિ  એટલે કે સરેરાશ ૨.૬ ઇંચ વરસાદ વરસતા
ખેતરોમાં પાણી ફરી વળતા ખેતીપાકને વ્યાપક નુકસાન થયુ છે. જોકે મંગળવારની રાત્રીના
વધુ વરસાદ નોંધાયો હતો. અને આજે દિવસના છુટોછવાયો વરસાદ વરસ્યો હતો.

વલસાડ
જિલ્લામાં બુધવારે રાતે નવ વાગ્યાથી સવાર સુધી વરસાદ સતત જારી રહ્યો હતો.
જિલ્લામાં સરેરાશ ૩ ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં વલસાડમાં ૩.૬ અને પારડીમાં ૩.૫
ઇંચ વરસાદ વરસ્યો હતો. નવસારી જિલ્લામાં સરેરાશ ૨.૫ ઇઁચ વરસાદ નોંધાયો હતો. સૌથી
વધુ ખેરગામમાં ૩.૩ ઇંચ વરસા નોંધાયો હતો. તાપી જિલ્લામાં સૌથી વધુ વ્યારા-વાલોડમાં
૨-૨ ઇંચ સાથે સરેરાશ દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ડાંગ જિલ્લામાં આહવામાં
૨.૩ ઇંચ વરસાદ સાથે તમામ તાલુકામાં બે-બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે ભવનને લીધે
મકાનોના  પતરા ઉડી ગયા હતા.

વરસાદને
પગલે સમગ્ર દક્ષિમ ગુજરાતનું વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. દિવસ દરમિયાન પણ ગરમ
વસ્ત્રો પહેરવા પડયા હતા. જ્યારે વહેલી સવારે હાડ થીજાવતી ઠંડી અનુભવાઇ હતી. જોકે
, આજે બીજા  દિવસે વરસાદે વિરામ લેતા લોકોએ રાહત અનુભવી છે.
પણ ખેડૂતોને મોટું નુક્સાન થયું છે.

શિયાળામાં
દક્ષિણ ગુજરાતમાં વરસેલો વરસાદ (ઇંચમાં)

સુરત
જિલ્લો

ઉમરપાડા     ૬.૦

મહુવા  ૩.૫

પલસાણા      ૩.૦

બારડોલી      ૨.૦

સુરત સિટી    ૨.૦

માંડવી ૧.૫

માંગરોળ      ૧.૫

ઓલપાડ      ૧.૫

ચોર્યાસી       ૧.૦

વલસાડ
જિલ્લો

વલસાડ       ૩.૬

પારડી ૩.૫

ઉમરગામ      ૩.૧

કપરાડા        ૩.૧

વાપી  ૨.૭

ધરમપુર       ૨.૩

નવસારી
જિલ્લો

ખેરગામ       ૩.૩

નવસારી       ૩.૦

ચીખલી        ૨.૭

જલાલપોર    ૨.૫

ગણદેવી       ૨.૨

વાંસદા ૨.૨

ડાંગ
જિલ્લો

આહવા ૨.૩

સુબિર  ૨.૨

વઘઇ  ૨.૦

સાપુતારા      ૨.૦

તાપી
જિલ્લો

વ્યારા  ૨.૦

વાલોડ ૨.૦

ડોલવણ       ૧.૮

સોનગઢ       ૧.૮

નિઝર  ૧.૪

કુકરમુંડા       ૧.૦

ઉચ્છલ ૦.૫

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!