Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

9 વર્ષની વિદ્યાર્થિની સાથે બેડ ટચ- છેડતી કરનાર શિક્ષકને સાત વર્ષની કેદ

On: December 1, 2021 2:28 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

s


સુરત

ભોગ બનનાર બાળાને 1.50 લાખ વળતર ચૂકવવા નિર્દેશઃ રીશેષમાં વર્ગખંડમાં ઝાડુ મારવા બોલાવી શારીરિક અડપલાં કર્યા હતા

પાંચેક
વર્ષ પહેલાં માંગરોળ પોલીસ મથકની હદમાં આવેલી શાળામાં ભણતી ૯ વર્ષની વિદ્યાર્થિની
સાથે શારીરિક અડપલાં કરનાર આરોપી શિક્ષકને આજે ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ  કોર્ટ (પોક્સો) તથા એડીશ્નલ સેશન્સ જજ
એન.એ.અંજારીયાએ દોષી ઠેરવી પોક્સો એક્ટના ભંગ બદલ સાત વર્ષની સખ્તકેદ
, રૃ.2 હજાર દંડ તથા દંડ
ન ભરે તો વધુ એક વર્ષની કેદ તથા ભોગ બનનારને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ
રૃ.1.50 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો છે.

માંગરોળ
તાલુકાના વાંકલ ગામે સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા તથા શિક્ષક તરીકે ફરજ બજાવતા 38 વર્ષીય સુરેશ છગન ચૌધરી વિરુધ્ધ તા.28-11-19ના રોજ ભોગ બનનાર ૯ વર્ષીય
વિદ્યાર્થિનીના ફરિયાદી પિતાએ માંગરોળ પોલીસ મથકમાં પોક્સો એક્ટના ભંગ બદલ ફોજદારી
ફરિયાદ નોંધાવી હતી. શિક્ષક બાળકીને બપોરની રિસેશના સમયે વર્ગખંડમાં ઝાડુ મારવા
માટે બોલાવીને તેનો હાથ પકડીને અડપલાં કરી છેડતી કરી હતી. પરંતુ રિશેષ પુરી થતાં
બીજા છોકરાઓ આવી જતાં આરોપી શિક્ષક વર્ગખંડ છોડીને બહાર જતા રહ્યા હતા. માંગરોળ
પોલીસે શિક્ષકની ધરપકડ કરી હતી.

કેસ
કાર્યવાહી દરમિયાન આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે બનાવ સમયે 116 વિદ્યાર્થીઓ તથા
શિક્ષકો હોવા છતાં તેમને સાક્ષી તરીકે તપાસ્યા ન હોવાનો તેમજ ભોગ બનનાર
, તેના માતા-પિતા સિવાય
અન્ય કોઈ સ્વતંત્ર કે તટસ્થ સાક્ષીને તપાસવામાં આવ્યા ન હોવાનો બચાવ લીધો હતો.
તેમજ કિન્નાખોરી તથા  અદાવત રાખીને ખોટી
ફરિયાદ કરાયાની રજૂઆત થઇ હતી. જેના વિરોધમાં એપીપી દિપેશ દવેએ જણાવ્યું હતું કે
ભોગ બનનાર બાળકીનું સીઆરપીસી-164 મુજબનું નિવેદન
, એક માત્ર
નજરે જોનાર સાક્ષી અને ભોગ બનનારની જુબાની આધારપાત્ર છે. વધુમાં ફરિયાદી
માતા-પિતાએ પણ સમર્થનકારક જુબાની આપી છે. આરોપીના બચાવપક્ષે ડીફેન્સનો પુરાવો
આપવાનો હક બંધ થયા પછી ખોલવાનો  પ્રયત્ન
થયો નથી.

શિક્ષકની
જવાબદારી સારુ શિક્ષણ અને સંસ્કાર આપવાની છેઃકોર્ટ

શિક્ષક
જ આવું કૃત્ય કરે તો સામાજિક અસુરક્ષાના માહોલમાં વાલીઓ પોતાની બાળકીઓને સ્કુલે
મોકલતા ડરશે

    

પોક્સો
કેસોની ખાસ અદાલતે ચુકાદામાં જણાવ્યું છે 
કે આરોપી શિક્ષક હોઈ તેમની જવાબદારી બાળકોને સારું શિક્ષણ અને સંસ્કાર
આપવાની છે. પરંતુ જો ખુદ શિક્ષક તરીકે આ પ્રકારનું કૃત્ય કરે તો સામાજિક
અસુરક્ષાના માહોલમાં વાલીઓ પોતાના કુમળી વયની બાળકીઓને સ્કુલે મુકતા ડરે તેવુ બને
તેમ છે.વળી શિક્ષક તરીકે આધિપત્યવાળી પરિસ્થિતિને લીધે ભોગ બનનાર બાળકી કોઈપણ
જાતનો બચાવ કરવા સક્ષમ હોતી નથી. ભોગ બનનાર બાળકીને જિંદગી દોઝખ જેવી બનાવીને આ
પ્રકારના ગુનામાં આરોપીને સજા કરતી વખતે કોઈ કુણું વલણ દાખવવામાં આવે તો ખોટો
દાખલો બેસાડવા જેવું છે. કોર્ટે ભોગ બનનાર તથા તેના કુટુંબીઓએ ફરિયાદ કરવાની
હિંમતની કોર્ટે તારીફ કરી છે.

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!