Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

થરાદના મિયાલ પેટ્રોલપંપ પર મધરાત્રે રિવોલ્વરની અણીએ 5.70 લાખની લૂંટ

On: December 1, 2021 12:55 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વાવ,
થરાદ તા.30

બનાસકાંઠા જિલ્લાના થરાદ-સાંચોર હાઈવે પરના મિયાલ ગામ
નજીકના પેટ્રોલપંપ ઉપર ગત મધરાતે ચાર શખસોએ ગાડીમાં આવી રિવોલ્વરની અણીએ  અધ..ધ..ધ..રૃ.૫.૭૦ લાખની રકમની લૂંટ ચલાવી
અંધારામાં ઓગળી ગયા હતા. બનાવની જાણ થતાં થરાદ પોલીસ
, એલસીબી ટીમ
સહિતનો કાફલો મારતી ગાડીએ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લૂંટારૃ શખસોના સગડ મેળવવા
તપાસ હાથ ધરી હતી.

બનાસકાંઠાના સાંચોર હાઈ વે પરના મિયાલ ગામના સીમાડા પર
પેટ્રોલપંપ આવેલ છે. આ પેટ્રોલપંપ ઉપર ગઈ મધરાતે ચાર શખસ કારમાં બેસીને આવ્યાં
હતા. આ શખસોએ પેટ્રોલપંપના   કર્મચારી
મુકેશભાઈના લમણે રિવોલ્વર અડાડીને ટેબલના ખાનામાંથી અને અન્ય સાહેદના ખીસ્સામાંથી
મળી કુલ  રોકડ રૃ.૫.૭૦ લાખની ધીંગી રકમની
લૂંટ ચલાવી તમામ શખસો નંબરપ્લેટ વગરની કાળા રંગની ગાડીમાં બેસીને પોબારા ભણી ગયા
હતા. લૂંટની ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ તાબડતોબ બનાવા સ્થળે ધસી ગઈ હતી. આ અંગે
પેટ્રોલપંપના મેનેજર સેંધાભાઈ પ્રેમાભાઈ પટેેલ (રહે.મેસરા)એ થરાદ પોલીસ સ્ટેશનમાં
ચાર અજાણ્યા શખસો વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે લૂંટનો ગુનો દર્જ કરી આરોપીઓને
ઝડપી લેવાના ચક્રો ગતિમાન  કરી દીધાં હતા.
પોલીસે પેટ્રોલપંપના મેનેજરની ફરિયાદના આધારે સીસીટીવી કેમેરા ફૂટેજ કબજે કરી
આરોપીઓના અંકોડા મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

લૂંટારૃઓ નંબરપ્લેટ વગરની કાળા રંગની ગાડીમાં આવ્યા હતા

મોંઢા પર રૃમાલ બાંધીને અજાણ્યા ચાર શખ્સોએ કાળા કલરની વગર
નંબર પ્લેટની સ્વીફ્ટ ગાડીમાં આવી રિવોલ્વરની અણી નોકર મુકેશભાઈને લમણે ભીંડાવી
ગડદા પાટુ નો માર મારી ટેબલના ખાનામાં પડેલા રોકડા રૃ. ૫ લાખ અને અન્ય સાહેદના
ખિસ્સામાં રહેલા રૃ. ૭૦.૦૦૦ મળી કુલ રૃ.૫.૭૦ લાખની રોકડ મતા લૂંટી રફુચક્કર થઈ ગયા
હતા.

પેટ્રોલપંપ  માલિક
શુ કહે છે
?

પેટ્રોલપંપના માલિકે 
જણાવ્યા મુજબ તેમના પેટ્રોલપંપ  ઉપર
ગાડીમાં  આવી અજાણ્યા શખ્સોએ છોકરાઓને
મારઝૂડ કરી  રિવોલ્વર લમણે તાકીને રૃ. ૫.૭૦
લાખની લૂંટ ચલાવી ભાગી ગયા છે. જે બાબતે મેનેજર દ્વારા થરાદ પોલીસ મથકમાં ફરિયાદ
નોંધાવવામાં આવી છે.

થરાદ પીઆઈ જે બી ચૌધરી શુ કહે છે ?

પેટ્રોલપંપ પર લૂંટ થયાની ઘટનાની જાણ થતાં તાત્કાલિક
ઘટનાસ્થળે દોડી જઈ સીસીટીવી ફૂટેજના આધારે એલ સીબી સહિતની ટીમો બનાવી તપાસ હાથ ધરી
છે. આરોપીઓ રાજસ્થાન તરફથી આવેલ છે અને રાજસ્થાન તરફ ગયેલ છે અને મારવાડી ભાષા
બોલતા હતા.એટલે એ  દિશામાં વધુ તપાસ હાથ
ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!