શામળાજી પાસે સેવાલીયા પોલીસની કસ્ટડીમાંથી આરોપી પોલીસને ધક્કો મારીને ભાગી છૂટયો

On: December 1, 2021 12:12 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મોડાસા,તા.30

શામળાજી- મોડાસા માર્ગ પરના ભવાનપુર ગામની સીમમાંથી પસાર થતી
સેવાલીયા જિ.ખેડાની પોલીસની ગાડીમાંથી પ્રોહીબીશનના ગુનાનો આરોપી પોલીસ કોન્સ્ટેબલને
ધક્કો મારી ભાગી જતાં ચકચાર મચી હતી. આ આરોપીને સાથે રાખી પોલીસ ટીમ વધુ તપાસ અર્થે
હરીયાણાથી પરત ફરી રહી હતી.ત્યારે  શામળાજી
નજીક બનેલા આ બનાવથી ખેડા પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉઠયા છે. જયારે આ પ્રકરણે સેવાલીયા
પોલીસ સ્ટેશનના એએસઆઈ ની ફરીયાદ બાદ શામળાજી પોલીસે ફરાર આરોપી વિરૂધ્ધ ગુનો નોંધ્યો
છે.

છેલ્લા એક જ અઠવાડીયામાં શામળાજી પંથકમાંથી જ પોલીસ જાપ્તા હેઠળ
રખાયેલ બે આરોપીઓ પોલીસને થાપ આપી ભાગી છુટતાં આ બનાવોને લઈ ગુજરાત પોલીસની કામગીરી
સામે જ પ્રશ્નો ઉઠયા છે. રાજયમાં છેલ્લા કેટલાય સમયથી કેટલાક પોલીસ કર્મીઓની કામગીરી
સામે આંગળી ચીંધાઈ રહી છે.

 અમદાવાદના અમરાઈવાડી
વિસ્તારના એક પરીવારની યુવતીને ભગાડી જનાર આરોપી શામળાજીથી ઝડપાયો હતો.પરંતુ આ આરોપી
શામળાજી પોલીસના જાપ્તામાંથી થાપ આપી ફરાર થઈ ગયો હતો.આવો જ બનાવ સોમવારની રાત્રે શામળાજી-મોડાસા
માર્ગના ભવાનપુર ગામની સીમમાં બન્યો હતો.અને એક પ્રોહીબીશનના ગુનાનો આરોપી સેવાલીયા
પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને ધક્કો મારી ભાગી જતાં જ ચકચાર મચી હતી. બનાવની વિગતો મુજબ
સેવાલીયા
, તા.ગળતેશ્વર,જિ.ખેડાના પોલીસ સ્ટેશન
હદ વિસ્તારમાં પ્રોહીબીશનનો ગુનો આચરતાં એક આરોપી નામે મંજીત ધાનકને સેવાલીયા પોલીસે
ઝડપી લીધો હતો.આ આરોપીના સાથીદાર અશોક યાદવ જેતે સમયે ભાગી જતાં આ સહઆરોપીને ઝડપી લેવા
, દારૂ ભરી આપનાર આરોપીની
તપાસ કરવા અને આ પ્રકરણે વધુ સહઆરોપીઓની તપાસ અર્થે રીમાન્ડ પર મેળવેલ આ આરોપીને લઈ
સેવલીયાની પોલીસ ટીમ હરીયાણા ગઈ હતી. હરીયાણા ખાતે તપાસ પૂર્ણ કરી સેવાલીયા પોલીસ સ્ટેશનના
એએસઆઈ નરેશકુમાર ગામેતી રહે.બાલેટા
,
વિજયનગર અને પો.કો.અર્જુનસિંહ ફતેસિંહ તેમજ પ્રવિણસિંહ ઉદેસિંહ પરત સેવાલીયા ફરી
રહયા હતા.આ ટીમનું વાહન શામળાજી-મોડાસા માર્ગના ભવાનપુરા નજીકથી પસાર થઈ રહયુંહ તું.  ત્યારે આરોપી મંજીત ધનાકે પોતાને ઉલટી થઈ રહી છે
,એમ જણાવતાં પોલીસે
ગાડી રોડ સાઈડે ઉભી રાખી હતી. આરોપી પેટ પકડી ઉલટી કરવા નીચે રોડ સાઈડે બેઠો હતો
, ત્યારે એએસઆઈ નરેશકુમાર
પાણી લેવા ગાડી તરફ ગયા ત્યારે જ એકાએક આ આરોપીએ પ્રવિણસિંહ કોન્સ્ટેબલને ધક્કો મારી
નીચે પાડી દીધા હતા અને આરોપી રાત્રીના અંધારામાં ડુંગરના જંગમાં ભાગી ગયો હતો.આ પ્રકરણે
સેવાલીયા પોલીસ સ્ટેશનના એએસઆઈની ફરીયાદ બાદ શામળાજી પોલીસે ફરાર આરોપી મંજીત રાધેશ્યામ
ધાનક (ઉ.વ.૨૭
, રહે.રામપુરા, તા.હાસી, જી.હીસ્સાર, હરીયાણા) વિરૂધ્ધ
ઈન્ડીયન પીનલ કોડ ૨૨૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસના હાથમાંથી જાપ્તામાંથી
કે કસ્ટડીમાંથી આરોપીઓ ભાગી જવાના વધતા બનાવોને લઈ રાજયના ગૃહવિભાગે ગંભીર બનવાની જરૂરીયાત
વર્તાઈ રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!