Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વડોદરા કોર્પોરેશન પાસે પૂરતી સંખ્યામાં જેસીબી અને ડોઝર મશીન નથી

On: November 30, 2021 2:23 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 30 નવેમ્બર 2021 મંગળવાર 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન નો હદ વિસ્તાર અને વસ્તી વધી છે તેની સાથે સાથે કોર્પોરેશનની મશીનરીની પણ આવશ્યકતા વધી ગઈ છે, પરંતુ કોર્પોરેશન પાસે પૂરતા પ્રમાણમાં મશીનરી નથી .જેના કારણે કામગીરી પર અસર થાય છે. 

વડોદરા કોર્પોરેશનની હદ 220 .33 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી છે .વડોદરા કોર્પોરેશન માં વિહિકલ પુલ વિભાગની રચના કરવામાં આવી છે. જેમાં ગાડીઓ ,ટ્રેક્ટરો ,જેસીબી ,ડોઝર વગેરે રાખવામાં આવે છે અને ત્યાંથી જે તે વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે. વડોદરા શહેરમાં 19 ચૂંટણી વોર્ડ છે. દરેક વોર્ડમાં એક લાખની વસતિ છે ,પરંતુ જેસીબી 17  છે. જેમાંથી બે પાણી પુરવઠા શાખામાં ,ત્રણ દબાણ શાખામાં, બે લેન્ડફીલ સાઇટ ઉપર એક આટલાદરા પ્લાન્ટ પર હોય છે. 

ત્રણ-ચાર બગડેલા હોય છે .એવું જ ડોઝર નું છે. એક લેન્ડફીલ સાઇટ પર, એક અટલાદરા પ્લાન્ટ પર અને એક વોર્ડ ની કામગીરીમાં હોય છે, અને એક કાયમ માટે બગડેલું હોય છે એટલે ઓછી મશીનરીમાં કઈ રીતે કામગીરી થઇ શકે તે સવાલ છે. કોર્પોરેટરો ને પોતાના વિસ્તારમાં પાણી ,ગટર ,વરસાદી ગટર વગેરે સહિતની ખોદકામની કામગીરી માટે જ્યારે આ મશીનો ની જરૂર પડે છે ત્યારે મળતા જ નથી. 

શહેરમાં માટીના ઢગલા, કચરાના ઢગલા અને ગંદકી હોય છે જે ઉપાડવા માટે પૂરતા પ્રમાણમાં મશીનરી નથી. જેસીબી ની વાત કરીએ તો સવારે વિહિકલ પુલ શાખા પરથી આઠ વાગે નીકળે, ત્યારે માંડ 11વાગે સ્થળ પર પહોંચે છે. એક કલાક કામગીરી કર્યા બાદ રીશેષમાં જતા રહે છે ,અને બપોરે ત્રણ વાગ્યે ફરી પાછા આવે અને પાંચ વાગ્યે કામગીરી બંધ કરી નાખે છે. આમાં સમય અને નાણાનો બગાડ થાય છે. વિરોધ પક્ષ કોંગ્રેસના પૂર્વ નેતાએ દરેક ચૂંટણી વોર્ડ મુજબ એક જેસીબી અને 10 ડોઝર મશીન રાખવા જોઈએ તેવી માંગ કમિશનરને લેખિત પત્ર દ્વારા કરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!