Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

બાસ્પા પાસે ગોઝારા અકસ્માતમાં સગર્ભા મહિલા સહિત ત્રણના મોત

On: November 30, 2021 2:26 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હારીજ,
તા.28

પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર બેફામ પણે વાહનો હંકારતા
ચાલકો દ્વારા નાના-મોટા માગ અકસ્માતોના બનાવો સર્જાતા રહ્યા છે અને આવા માર્ગ
અકસ્માતના બનાવો માં અનેક નિર્દોષ માનવ જીંદગી મોતના મુખમાં ધકેલાઈ રહી છે. ત્યારે
આવો જ એક માર્ગ અકસ્માતનો બનાવ સમી તાલુકાના બાસ્પા ગામ નજીક રવિવારની મોડી રાત્રે
બન્યો હતો.  અજાણ્યા વાહનચાલકે બાઈક
સવારોને અડફેટમાં લેતા બાઈક સવાર ત્રણેય ઇસમોને ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે મોત
નિપજ્યા હતા.

પાટણ જિલ્લાના સમી નજીક રાધનપુર હાઇવે પરના બાસ્પા ગામને
અડીને અકસ્માત થયો હતો. ગતરાત્રે સમી તાલુકાના કનીજ ગામનો યુવક ઠાકોર અશ્વિનજી
પરબતભાઇ સાસરીમાંથી પરત ફરતા હતા. રાધનપુર નજીક ગોખાતર ગામેથીપત્ની જ્યોતિબેનને
લઈને ઘરે પરત આવી રહ્યા હતા. ગર્ભવતી પત્ની સાથે હોઈ તેના પિતરાઇ ભાઇ શૈલેષજી
ઠાકોરના બાઇકમાં પરત આવવા નિકળ્યા હતા. ભાઇ સાથે પત્નીને બાઇકમાં લઈ સમીના બાસ્પા
ગામ નજીકની કેનાલ પાસે પહોંચતાં કાળનો ભોગ બન્યા હતા. કાળમુખા જીપડાલાના ડ્રાઈવરે
ગફલતભરી રીતે હંકારી બાઇકને ટક્કર મારતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં
ગર્ભવતી પત્ની ઝાડીમાં પટકાઇ હતી. જ્યારે બે ભાઇઓને પણ ટક્કર વાગતાં રોડ પર પડી
ગયા હતા. આ પછી સ્થાનિક આગેવાનને જાણ થતાં તાત્કાલિક પરિવારને જાણ કરવામાં આવી
હતી. જેમાં અશ્વિનજીના મોટાભાઇ ઘટનાસ્થળે આવી તાત્કાલિક ત્રણેયને સમી સરકારી
દવાખાને લઈ ગયા હતા. દવાખાને સારવાર શરૃ થાય તે પહેલાં જ પતિ-પત્ની અને એક યુવકને
મરણ જાહેર કરતાં પરિવારના માથે આભ ફાટી પડયું છે. ગર્ભવતી પત્ની સાથે પતિ અને
પિતરાઇ ભાઇ સહિત ત્રણેયના મોત થતાં સમગ્ર વઢિયાર પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ
ગઈ છે. અકસ્માત કરનાર જીપડાલાનો ચાલક નાસી જતાં ચેહાભાઇ ઠાકોરની ફરિયાદ આધારે સમી
પોલીસે આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!