કપરાડાના જોગવેલ નજીક માં કન્ટેનર ચાલકે બાઈક ચાલક ને પાછળ થી ટક્કર મારી ૧૦ ફૂટ ઘસડી જતા યુવક નું સ્થળ ઉપર કરુણ મોત

On: November 24, 2021 1:55 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કપરાડા તાલુકાના જોગવેલ નજીક આવેલા ઢાળ માં અનેક અકસ્માતો ની ઘટના બની છે ત્યારે ગઈ કાલે રાત્રે ૮ વાગ્યે ની આસપાસ માં પોતાની સ્પ્લેન્ડર બાઈક નંબરજી જે ૧૫ ડી જી ૫૪૪૭લઇ ને પરત ઘરે માંડવા વડદેવી તરફ આવી રહલા યુવક રાકેશ ગુલાબ ભાઈ ચોધરી  ની બાઈક ને પાછળ થી એક કન્ટેનર નંબર જી જે ૧૫ એ ટી ૬૪૪૮ ના ચાલકે ટક્કર મારતા બાઈક ચાલક ને અંદાજીત ૪૦ મીટર સુધી ઘસડી ગયો હતો ઘટના માં બાઈક ઉપર સવાર રાકેશ ગુલાબ ભાઈ ચોધરી ને ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું ઘટના અંગે મૃતક ના પરિજનો દ્વારા નાનાપોઢાં પોલીસ મથકે પોલીસ ફરિયાદ કરવામાં આવતા હાલ તો પોલીસે કન્ટેનર ચાલક ની અટક કરી વધુ કાર્યવાહી અંગે ની તજવીજ હાથ ધરી છે
નોધનીય છે કે ઘટના બનતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને ટ્રક ચાલક ને ઝડપી લીધો હતો જે સમયે તે નશો કરેલી હાલત માં હોવાનું સ્થાનિકો એ જણાવ્યું હતું
ઉલ્લેખનીય છે કે મૃતક યુવક ના લગ્ન ને હજુ એક વર્ષ પૂર્ણ થયું છે અને તેની પત્ની સગર્ભા હોવાનું જાણવા મળી રહ્યું છે બાળક હજુ તો પિતાનું મુખ જુએ તે પેહલા જ ઈશ્વરે તેના માથે થી પિતાનું છત્ર છીનવી લેતા પરિવાર જનોમાં ભારે શોક ની લાગણી પ્રવર્તી છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!