[ad_1]

જામનગર, 22 નવેમ્બર 2021 સોમવાર
જામનગર નજીક આવેલા લોઠિયા ગામનો કેસરિયા નામનો અશ્વ આંતરરાષ્ટ્રીય કક્ષાની અશ્વ હરીફાઇમાં પ્રથમ રનર અપ થયો છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં યોજાયેલી સ્પર્ધામાં આ અશ્વએ ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો છે.
જામનગર શહેર નજીક લોઠીયા ( વજાપર ) ગામના ચરણજીતસિંહ ધર્મેન્દ્રસિંહ મહેડુ પાસે 7 અશ્વ છે. જેમાં કેસરિયા નામનો અશ્વ ખૂબજ લોકપ્રિય છે. કારણ કે , કેસરિયા અશ્વએ વર્ષ – 2021 માં રાજસ્થાનના સાયલામાં યોજાયેલીઅશ્વ સ્પર્ધામાં અદંત વછેરા એટલે કે 2 વર્ષની ઉંમરના ઘોડાની કેટેગરીમાં પ્રથમ રનર અપ થયો હતો.
જયારે વર્ષ -2019 માં મહારાષ્ટ્રના શારંગખેડામાં યોજાયેલી હરીફાઇમાં બેદત એટલે કે 2.5 થી 3.5 વર્ષના અશ્વની કેટેગરીમાં અને વર્ષ 2020માં ગુજરાતના જસરા ગામે યોજાયેલી અશ્વ હરીફાઇમાં પ્રથમ રનર અપ થયો હતો.
ત્યારબાદ તાજેતરમાં યોજાયેલી પુષ્કર ઇન્ટરનેશનલ હોર્સ હરીફાઇમાં સ્ટેલિયન એટલે કે નર અશ્વની કેટેગરીમાં પણ પ્રથમ રનર અપ થયો હતો. કેસરિયા અશ્વએ જુદી – જુદી શ્રેણીઓમાં વિજેતા થઈ જામનગરની સાથે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
[ad_2]
Source link






