વડોદરામાં છાણી નર્મદા કેનાલ પાસે ઠાલવવામાં આવેલો મેડિકલ વેસ્ટ છ દિવસથી જેમનો તેમ પડી રહ્યો

On: November 22, 2021 8:10 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 22 નવેમ્બર 2021 સોમવાર

વડોદરામાં છાણી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલના કિનારા પાસે જ મેડિકલ વેસ્ટના છ દિવસ અગાઉ ઢગલા ઠાલવવામાં આવ્યા હતા. આશરે વીસ ડમ્પર ભરાય તેટલો આ મેડિકલ વેસ્ટ હજી જેમનો તેમ ત્યાં જ પડી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને મળી ને મેડિકલ વેસ્ટ કોણ નાખી ગયું તે અંગે તપાસ કરવા અને પોલીસ ફરિયાદ કરવા રજૂઆત કરી છે. 

વિરોધ પક્ષ કોંગ્રેસના પૂર્વ નેતા અને વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ છાણી પોલીસ ફરિયાદ લેવા માટે તૈયાર છે ,પરંતુ કોર્પોરેશનમાંથી કોઈ વિભાગ ફરિયાદ કરવા તૈયાર થતું નથી. છાણી પોલીસે સ્થળ પર આવીને ખાલી બોટલો ના નમૂનાઓ પણ મેળવી લીધા છે. 

મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એકબીજા પર જવાબદારી ઢોળી દે છે તેવો આક્ષેપ કરી તેઓએ ઉમેર્યું હતુ કે બીજા એક સરકારી વિભાગને જાણ કરવામાં આવતા તેણે પણ એવું કહ્યું છે કે મેડિકલ વેસ્ટનો નિકાલ કરવાની જવાબદારી કોર્પોરેશનની છે. કેમ કેબોટલો અને ટ્યુબ બધું ખાલી છે અને તે મેડિકલ વેસ્ટ જ છે. 

વિપક્ષના પૂર્વ નેતાનું કહેવું છે કે કોર્પોરેશન આ બાબતને ગંભીરતાથી નહીં લે તો ભવિષ્યમાં બીજા કોઈ લોકો પણ વડોદરામાં મેડિકલ વેસ્ટના ઢગલા કરી જશે. પીવાના પાણીના સોર્સ પાસે જ મેડિકલ વેસ્ટના ઢગલા નાખવાના કૃત્યને તેમણે ગંભીર જણાવ્યું હતું. આ એ જ કેનાલ છે જ્યાંથી કોર્પોરેશનના ખાનપુર પ્રોજેકટથી શહેરના દક્ષિણ વિસ્તારોને પીવાનું પાણી મળે છે. 

મેડિકલ વેસ્ટ કેનાલ થી થોડે દુર છે. જો કોઈ કેનાલમાં નાખી દે તો પાણી પણ દવા અથવા કેમિકલવાળું દૂષિત થઈ જાય તો લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો ઉભો થઈ શકે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન દ્વારા મેડિકલ વેસ્ટનો નિકાલ કરવા એક એજન્સીને કામ સોંપ્યું છે અને કોઈ પણ મેડિકલ વેસ્ટનો નિકાલ આ એજન્સી કરે છે. અટલાદરા ખાતે મેડિકલ વેસ્ટનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરવા વ્યવસ્થા ઊભી કરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!