ડુંગરા વોર્ડ ના કોર્પોરેટર દર્પણભાઈ દેસાઈ એ કરી લોકોને રક્તદાન કરવા અને આઈ ચેકઅપ કેમ્પ નો લાભ લેવા અપીલ
વાપી તા. ખિદમત ચેરીટેબલ ટ્રસ્ટ ડુંગરા અને લાયન્સ ક્લબ ઓફ વાપીના સંયુક્ત ઉપક્રમે આગામી રવિવાર, તા. 29 નવેમ્બર 2026ના રોજ મેગા બ્લડ ડોનેશન અને ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પ સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મુસા રેસીડેન્સી, ડુંગરા, વાપી ખાતે યોજાશે. આયોજકો દ્વારા “Donate Blood… Give Sight… Save Lives…” અને “Be a Hero… Donate Blood Today!” ના સંદેશ સાથે વધુમાં વધુ લોકોને રક્તદાન માટે આગળ આવવા અપીલ કરવામાં આવી છે.
કેમ્પમાં ફ્રી આઈ ચેકઅપની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં Better Vision, Better Life, Early Detection અને Prevents Blindness જેવા હેતુ સાથે આંખોની તપાસ કરવામાં આવશે. આંખની તકલીફની વહેલી તપાસ થાય તો અંધત્વ અટકાવી શકાય છે, તેવો સંદેશ પણ આપવામાં આવશે.
મહિલાઓ માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે, જેથી તેઓ સંકોચ વિના કેમ્પનો લાભ લઈ શકે.
આયોજકોએ વાપી અને ડુંગરા વિસ્તારના નાગરિકો, યુવાનો અને સામાજિક સંસ્થાઓને આ માનવતાના કાર્યમાં જોડાવા આહ્વાન કર્યું છે. તમારું એક બ્લડ ડોનેશન કોઈના જીવન બચાવી શકે છે.
રજીસ્ટ્રેશન માટે સંપર્ક:
97254 56581 | 99983 32491 | 96248 88786








