
ગુજરાતના નાણાં, શહેરી વિકાસ અને ગૃહનિર્માણ મંત્રી કનુભાઈ મોહનલાલ દેસાઈની વિયેટનામ મુલાકાત મુખ્યત્વે વ્યાપાર-રોકાણ સંબંધો, સેમિકન્ડક્ટર, ફાઇનાન્સ અને વિબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પર કેન્દ્રિત રહી. તે 20 ઓક્ટોબર 2026ના રોજ હનોઈમાં યોજાઈ હતી.
વિયેટનામના નાણાં મંત્રાલયના રાજ્યમંત્રી લે તાન કાન સાથે મુલાકાત થઈ, જેમાં ભારતના વિયેટનામ ખાતેના રાજદૂત તથા ગુજરાત સરકાર અને રાજ્યના અગ્રણી ઉદ્યોગોના પ્રતિનિધિઓ પણ હાજર હતા.
વિયેટનામના વિદેશ મંત્રાલયના રાજ્યમંત્રી ન્ગુયેન માન્હ કુઓંગ સાથે પણ સૌજન્ય મુલાકાત થઈ, જેમાં ગુજરાત અને વિયેટનામના સ્થાનિક સરકારો વચ્ચેના સહકાર પર ચર્ચા થઈ.

બેઠક દરમ્યાન આવરી લેવામાં આવેલ મહત્વના મુદ્દાઓ
વ્યાપાર અને રોકાણ: ભારત-વિયેટનામ વચ્ચેના આર્થિક, વ્યાપાર અને રોકાણ સહકારને વ્યવહારુ પરિણામોમાં ફેરવવા પર ભાર મૂકાયો. વિયેટનામે ગુજરાતને ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં મહત્વનું ગણાવ્યું અને આ ક્ષેત્રે સહકાર વધારવાની ઇચ્છા વ્યક્ત કરી.GIFT City અને ફાઇનાન્સ: કનુભાઈ દેસાઈએ GIFT Cityને આંતરરાષ્ટ્રીય બેંકો, એરક્રાફ્ટ-શિપ લીઝિંગ અને સિક્યુરિટીઝ માટેનું આધુનિક નાણાકીય-ટેકનોલોજી કેન્દ્ર ગણાવ્યું; વિયેટનામના પ્રતિનિધિમંડળને ગુજરાત આવીને તકો શોધવા આમંત્રણ આપ્યું. ગુજરાતે ભારતના 2030 સુધીના 400 GW લક્ષ્યમાં 100 GWનું યોગદાન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી

વિબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027: દેસાઈએ જાન્યુઆરી 2027માં યોજાનારા સમિટ માટે વિયેટનામના નાણાં મંત્રાલયને ઔપચારિક આમંત્રણ આપ્યું, જેમાં વિયેટનામને પાર્ટનર કન્ટ્રી બનાવવાની દરખાસ્ત હતી.
વિયેટનામે 2027માં APEC અને ચોથા ASEAN Future Forumનું આયોજન કરશે; તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિયેટનામ મુલાકાત તથા આ કાર્યક્રમોમાં ભાગ લેવા આમંત્રણ આપવાની આશા વ્યક્ત કરી
ગુજરાત અને વિયેતનામ વચ્ચે વેપાર, રોકાણ અને ઔદ્યોગિક ક્ષેત્રે સહયોગને વધુ મજબૂત બનાવવાના હેતુથી વિયેતનામ ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (VCCI)ના વાઇસ ચેરમેન શ્રી ન્ગુયેન ક્વાંગ વિન્હ સાથે ફળદાયી બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ગુજરાતમાં ઉપલબ્ધ રોકાણની તકો, ઉદ્યોગોને અનુકૂળ માહોલ અને બંને દેશો વચ્ચે વ્યાપારી ભાગીદારી વધારવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વૈશ્વિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને રાજ્યના આર્થિક વિકાસને વેગ આપવાના વિઝન અંગે પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વિયેતનામના પ્રતિનિધિ શ્રી ન્ગુયેન ક્વાંગ વિન્હને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેથી ગુજરાત અને વિયેતનામ વચ્ચે સહયોગ તથા રોકાણની નવી સંભાવનાઓને આગળ વધારી શકાય. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય વ્યાપારી સંબંધોને વધુ મજબૂત બનાવી ગુજરાતને વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીના સ્થળ તરીકે સ્થાપિત કરવાનો છે.
આમ નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ ની મુલાકાત દરમ્યાન તેમના નેતૃત્વ થયેલ ચર્ચા એ ગુજરાત માટે એક આશા નું નવું કિરણ નો પ્રકાશ રેલાવ્યો છે ભવિષ્ય ને લઇ ને સેમીકંડકટર ફાઇનાન્સ ક્ષેત્ર માં તેનો ફાળો જોવા મળશે સાથે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માં પણ તે વિયેતનામ ભાગ લેશે એવુ હાલ નક્કી માનવામાં આવી રહ્યું છે








