વલસાડમાં ફૂડ વિભાગ એકશનમાં, ઠેર ઠેર સઘન તપાસ, અબ્રામાની સબ્જીવાલા હોટલનો પરવાનો સ્થગિત કરાયો, અન્ય એકમોને પણ નોટીસ ફટકારાઈ

On: August 19, 2026 2:20 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

હોટલ-રેસ્ટોરન્ટના કિચનની સ્વચ્છતા, ખાદ્ય સામગ્રી અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી હાથ ધરાઈ


વલસાડ જિલ્લામાં નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તથા ગ્રાહકો સાથે છેતરપિંડી ન થાય તે હેતુથી જિલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ વલસાડના ફૂડ વિભાગ દ્વારા વલસાડ જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના માનવ ખાદ્ય ચીજનું હોટલો ઉપર ઓચિંતુ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક હોટલોમાં અનેક ક્ષતિઓ મળી આવતા ફૂડ વિભાગ દ્વારા ગંભીરતાપૂર્વક લઈ નોંધ લઈ હોટલના શટર ડાઉન કરવા સુધીના કડક પગલા લેવામાં આવ્યા છે.


જાહેર જનતાના આરોગ્ય સાથે થતા ચેડાને અટકાવવા માટે જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એકશનમાં આવ્યું છે. છેલ્લા એક સપ્તાહથી જિલ્લાની અનેક ખાણીપીણી હોટલો અને દુકાનોમાં રેડ પાડી ખાદ્ય સામગ્રીથી માંડીને કિચનમાં સાફ સફાઈ અને ખાદ્ય સામગ્રીના વેચાણ માટે જરૂરી પરમીનશ લેટર અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તા. 19 ઓગસ્ટના રોજ વલસાડ ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા વલસાડના અબ્રામા ધરમપુર રોડ પર આવેલા પ્રમુખ સાનિધ્યમાં ચાલતી સબ્જીવાલા હોટલમાં તપાસ હાથ ધરતા ગંદકી જોવા મળી હતી,જેથી તાત્કાલિક અસરથી હોટલનો પરવાનો સ્થગિત કરવામાં આવ્યો હતો. વલસાડના અબ્રામા ધરમપુર રોડ પર જ આવેલા સ્ટેલર ઝોનમાં ચટુરા વેન્ચરમાં તપાસ હાથ ધરતા ત્યાં અસ્વચ્છતા જોવા મળી હતી. આ સિવાય પાણીનો રિપોર્ટ, મેડિકલ સર્ટિફીકેટ તથા પેસ્ટ કંટ્રોલના પ્રમાણપત્ર રજૂ કરી ન કરી શકતા ફૂડ વિભાગ દ્વારા ઈમ્પ્રુવમેન્ટ નોટીસ આપવામાં આવી હતી. આ સિવાય પારડી તાલુકામાં ને.હા.નં. 48 પર આવેલા પેટ્રોલપંપની પાસે આવેલી રામદેવ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરતા ત્યાં પણ અસ્વચ્છતા અને પાણી, મેડિકલ તેમજ પેસ્ટ કંટ્રોલના રિપોર્ટ મળી આવ્યા ન હતા. જેથી ઈમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી હતી.
ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા આ સિવાય અબ્રામા રોડ પર આવેલી હોટલ ઓરીઝોન, અબ્રામા ધરમપુર રોડ પર હાઈવે પાસે આવેલી ખોડિયાર હોટલ, પારડીમાં ને.હા.નં. 48 પર આવેલી અંબિકા નર્સરી પાસે સ્થિત હોટલ વિરામ એન્ડ ગેસ્ટ હાઉસ, ઉમરગામ તાલુકામાં આવેલા તલવાડા ગામમાં ભારત પેટ્રોલિયમની પાસે આવેલી શ્રી જય મજીસા રેસ્ટોરન્ટ અને ભીલાડ ખાતે નરોલી ચોકડી પાસે આવેલા નવાબ ચિકન ઢાબામાં પણ તપાસ હાથ ધરી હતી, આ દરમિયાન સ્વચ્છતા જોવા મળી હતી.
વલસાડ અને ડાંગ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટ ઓફિસરશ્રી આશિષ વળવીએ જણાવ્યું કે, વલસાડ અને ડાંગ બંને જિલ્લામાં ફૂડ વિભાગ દ્વારા રેસ્ટોરન્ટ અને હોટલોમાં સઘન તપાસ ચાલુ જ રહેશે. જાહેર જનતાના આરોગ્યને સાથે કોઈ પણ પ્રકારના ચેડા ચલાવી લેવામાં આવશે નહી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!