
એક સક્ષમ અધિકારીની આપણી શાળામાં ઉપસ્થિતિ થાય એ આપણું સૌભાગ્ય ગણાય. જ્યાં પ્રજાની રક્ષા થાય એવા અધિકારી અને આપણા પ્રિય એવા ડી.વાય.એસ.પી બી .એન. દવે સર નું શ્રી વિદ્યાનિકેતન શાળાના ડાયરેક્ટર/ મેનેજિંગ ટ્રસ્ટી ડો. મિતલ ધાખડા મેમ તથા શાળા પરિવારે ખૂબ જ લાગણીથી ઊર્મિ ભર્યું સ્વાગત કર્યું.
અમારી શાળામાં ડ્રગ અવેરનસ અને સાઇબર અવેરનસના પ્રોગ્રામ સાથે ઇન્વેસ્ટીચર સેરીમની કરવામાં આવી જેમાં બી. એન .દવે સર સાથે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ત્રિપાઠી મેમઅને ડુંગરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ચોટલીયા મેમ તેમજ પોલીસ ફોર્સ ના મેમ્બર્સ લગભગ 15 જેટલા પોલીસ સહકર્મી એ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આજના સમયમાં ડ્રગ અવેરનેસ અને સાયબર અવેરનેસ ની ચર્ચા વિદ્યાર્થીઓ સાથે કરવી એ ખૂબ જરૂરી છે . આજના અમારા કાર્યક્રમમાં બાળકોને શીખવ્યું કે આપણે સાયબર ક્રાઈમથી કેવી રીતે બચી શકીએ. શું સતર્કતા રાખવી જોઈએ . આજે સાઇબરના અપરાધો સોશિયલ મીડિયામાં તેમજ આપણા ફોટો સાથે જે AI ની મદદ દ્વારા અવાજ સાથે સાયબર ફોડ થઈ રહ્યા છે તેમાં કેવી રીતે સાવચેતી લેવી અને કેવી રીતે સતર્ક રહેવું એ વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા . તેમજ આજની યુવા પેઢીને ડ્રગ્સ અને બીજા નશીલા પદાર્થો ના સેવનથી કેવી રીતે દૂર રહેવું તેમ જ તેનાથીબાળકોના ભવિષ્યમાં થતા ગેરફાયદાઓ તેમજ શારીરિક તકલીફોથી કેવી રીતે બચવું એ ખુબ સરસ રીતે બાળકોને સમજાવ્યું . ડી. વાય .એસ. પી સર એ જણાવ્યું કે કમજોર વ્યક્તિ વ્યસન કરે આથી આપણે સશક્ત બનીએ કમજોર નહીં.
નાના વર્ગના બાળકોને ગુડ ટચ અને બેડ ટચ વિશે માહિતી આપી અને કેવી રીતે અજાણ્યા માણસની વાતમાં ન ફસાઈને પોતાની જાતને બચાવવી અને કઈ કઈ બાબતોમાં સતર્ક રહેવું એ સમજાવ્યું અને નાના બાળકોના પ્રશ્નોને ખૂબ સરસ રીતે સમજાવીને વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. શ્રી વિદ્યા નિકેતન શાળા આવા જ માહિતી ભર્યા કાર્યક્રમ હંમેશા કરતા આવ્યા છે અને કરતા રહેશે .જેનાથી એક સારો વિદ્યાર્થી તેમજ એક સારો નાગરિક બની આપણા સમાજમાં આગળ આવે એવા ઉમદા વિચાર સાથે શાળાના ડાયરેક્ટર / મેનેજિંગ ટ્રસ્ટી ડો.મિત્તલ ધાખડા મેમના અથાગ પ્રયત્નથી આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો. આગળ જતા પણ આવા ઘણા બધા કાર્યક્રમ કરવા માટે આ શાળા સતત કાર્યરત છે.
આપના આ ઉમદા કાર્યક્રમને શાળા પરિવાર ખૂબ ખૂબ બિરદાવે છે.




