વાપી ચાર રસ્તા ઓવર બ્રિજ ઉપર કન્ટેનર માં ભીષણ આગ થી દોડધામ

On: May 1, 2026 9:16 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ફાયર વિભાગની સમયસૂચકતા ને કારણે મોટી હોનારત થતા ટળી ગઈ,કન્ટેનર ના કેબિન માં આગ લાગી ..કન્ટેનર બ્રિજ ની રેલીંગ તોડી બહાર લટકતું રહ્યું અને આગ ની જ્વાળા ફેલાતી રહી

મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર આજે વિચિત્ર અકસ્માત ની ઘટના અને  આગ ની ઘટના સામે આવી છે .વાપી મામુ ચ્હા હોટલ ની સામે આવેલ ઓવર બ્રિજ ઉપર થી પસાર થતા એક ગેસ ભરેલ કન્ટેનર ટેન્કર અને આઇશર ટેમ્પો વચ્ચે અકસ્માત બાદ  કોઈ કારણ સર કન્ટેનરના કેબિન માં આગ લાગતા દોડધામ મચી ગઈ જોકે આગ ની ઘટના ને લઈ ને ચાલક હેમખેમ બહાર નીકળી ગયો પરંતુ કન્ટેનર આગળ  આવી બ્રિજ નું ડીવાઈડર કૂદી ને કેબિન બ્રિજ ની દીવાલ ઉપર અધવચ્ચે લટકી રહ્યું અને આગ લાગતા દોડધામ મચી ગઈ ઘટના બનતા બ્રિજ ની નીચે નો સર્વિસ રોડ બંધ કરાવવા માં આવ્યો સાથે જ નોટીફાઇડ ફાયર વિભાગ ની ટીમ ઘટન સ્થળે પહોંચી જતા આગ ની કાબુમાં લેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો ફાયર વિભાગ ની ટીમ ની સમય સૂચકતા ને કારણે આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો ટેન્કર માં ગેસ ભર્યો હોવાને લઈ ને વધુ આગ વિકરાળ બની હોત પરંતુ તેને સમય ઉપર પહોંચી ને ફાયર ની ટીમે કાબુ મેળવી લીધો હતો ..જોકે આ દરમ્યાન સર્વિસ રોડ ઉપર વાહનો બંધ કરી દેવાયા હતા ઘટના બનતા લોકોના ટોળે ટોળા ઊમટી  પડ્યાં હતા. પોલીસ  ની ટીમ દ્વારા પણ ટ્રાફિક ને કાબુ માં રાખવા પ્રયત્નો હાથ ધરાયા હતા

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!