72 યુનિટ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું

સેવા અને કરુણા ના વારસાને આગળ વધારનારા જય ફાઈનકેમ પ્રા.લિ. ના પ્રણેતા સ્વ. કાનજી સુંદરજી દામાં (બાપુજી)ની પાંચમી પુણ્યતિથિએ તેમની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન વાપીમાં કાર્યરત જય ફાઈનકેમ પ્રા.લિ. ખાતે કરવામાં આવ્યું.આ કેમ્પમાં અતિથી વિશેષ તરીકે નોટિફાઇડ એરિયા ઓથોરીટી વાપીના ચેરમેન મગન ભાઈ સાવલિયા, VIA ઓનનરી સેકેટરી કલ્પેશ વોરા, જોઇન્ટ સેક્રેટરી ચંદ્રેશ મારુ ,રોટરી ક્લબ ઓફ વાપીના પ્રેસિડેન્ટ પરાગ વોરા ,સેક્રેટરી સાગર દેવાની, અભય ભટ્ટ, હાર્દિક શાહ, વાપી ગ્રીન એન્વાયરો કંપની ના CEO જતીનભાઈ મહેતા, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના એ.જી. પટેલ સાહેબ, , બ્લડ મોબઈલ વેનના ચેરમેન કેતન પટેલ, નિમેશ સાવલા, સરીગામ એસસોસિયેશન ના પ્રમુખ કૌશિક પટેલ,સહિત જય ફાઈનકેમ પ્રા.લિ. ના પ્રકાશભાઈ, યોગેશભાઈ, હંસરાજભાઈ,અશોકભાઈ, વિનોદભાઈ,રાજેશ મિશ્રા, ઉમેશ પોલ, પ્રવીણભાઈ, અવધેશ સિહ, સંજય યાદવ અને પ્રતિક પટેલ, કામલકર પાટિલ, વિશાલ પાટીલ, ચેતન લાડ, નીલ વશી, , તથા ક્રિષ્ના કુમાર યાદવ સહિત કર્મચારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કંપનીના પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું કે, સ્વ. કાનજી સુંદર દામાં ને બધા અદાજી બાપુજીના નામે ઓળખીએ છીએ અને તેમની સેવાકીય પ્રવુતિઓ અને મનવતા આજના દિવસોમાં પણ એમની સુવાસ ફેલાયેલી છે, અને એમની નિઃસ્વાર્થ ઉદાર કાર્ય ના યોગદાન રૂપે આજનું બ્લડ ડોનેશન કેમ્પ સાચી શ્રદ્ધાંજલિ છે, તથા એમની પાંચમી પુણ્યતિથી નિમિત્તે અમારા કર્મચારી ઓના સહયોગથી ૭૨ યુનિટ બ્લડ એકત્ર કર્યું છે. શ્રી મગનભાઈ સાવલિયા એ જય ફાઇનકેમ ઘણા બધા સામાજિક કાર્યકમો સાથે જોડાયેલી છે એનો અમને ગર્વ છે જે વાપીના ડેવલોપમેન્ટ માં અસીમ ફાળો છે. આ પ્રસંગે VIA ના સેક્રેટરી કલ્પેશ ભાઈ એ જણાવ્યું કે રકતદાન કરવું એ જીવનનો મોટો ધર્મ છે અને જરૂરિયારમંદ દર્દીઓ ને આશા અને બીજી તક પૂરી પડે છે, . રોટરી ક્લબ ઓફ વાપીના પ્રમુખ પરાગ ભાઈએ જણાવ્યું કે રક્તદાન એ મહાદાન છે અને રોટરી ક્લબ ઓફ વાપી દર વર્ષે નાના મોટા કેમ્પ અને બ્લડ મોબઈલ વેન થી 5000 જેટલું યુનિટ બ્લડ એકત્ર કરે છે. આ રક્તદાન કેમ્પ માટે રોટરી ક્લબ ઓફ વાપી, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ, વાપી ગ્રીન એન્વાયરો કંપની લિ.નો પણ સહયોગ મળ્યો છે. સાથે સાથે સાવલા લેમિનેટસના નિમેશ ભાઈ સાવલા, એકરાપેક ના મુન્નાભાઈ શાહ અને રોટરી ક્લબ ઓફ વાપીના સભ્યો, રોટરી ચેરીટેબલ ટ્રસ્ટ અને હરિયા હોસ્પિટલ ના ડોક્ટર્સ અને સ્ટાફ નો પણ સાથ અને સહકાર મળ્યો હતો. છેલ્લે કેતન પટેલે જણાવ્યું કે વાપીની નાની મોટી કંપનીમાં અને અન્ય દુરદરાજના ગ્રામ્ય વિસ્તારોમાં, શહેરની વિવિધ સોસાયટીઓમાં જઈને સ્થળ પરથી જ રક્તદાતાઓ પાસેથી રક્તનું દાન મેળવી શકે તેવા ઉદ્દેશ્યથી રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા વિશેષ સગવડો સાથેની મોબાઈલ વેન તૈયાર કરાઈ છે. અને એજ વેનમાં આજે રક્તદાતાઓએ રક્તદાન કર્યું,આવા સોશિયલ સંદેશ દ્વારા નાના મોટા કેમ્પો વાપીમાં થાય એવી પ્રેરણા આ બ્લડ ડોનેશન કેમ્પ થકી મળશે.




