Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વલસાડ જિલ્લામાં ધો.૧૦-૧૨ બોર્ડની પરીક્ષાના સુચારુ આયોજન માટે સ્થળ સંચાલકો અને સરકારી પ્રતિનિધિઓની બેઠક યોજાઈ

On: February 17, 2026 9:34 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દરેક પરીક્ષા સ્થળે CCTV કેમેરા વ્યવસ્થા કાર્યરત અને સુચારુ હાલતમાં રાખવા વિશેષ ભાર મૂકાયો

તમામ સરકારી પ્રતિનિધિઓને ઝોન કચેરીથી પ્રશ્નપત્ર મેળવવા અને પરીક્ષા પૂર્ણ થયા બાદ સુરક્ષિત પરત જમા કરાવવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન અપાયું

બોર્ડની તમામ માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન થાય અને કોઈપણ પ્રકારની ગેરરીતિ કે અવ્યવસ્થા સર્જાય નહીં તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવેઃ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો.રાજેશ્રી ટંડેલ


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર એસ.એસ.સી. ધો. ૧૦ તથા એચ.એસ.સી. (વિજ્ઞાન પ્રવાહ – પ્રાયોગિક/મુખ્ય અને સામાન્ય પ્રવાહ) ધો.૧૨ ની પ્રાયોગિક પરીક્ષાઓ તા. ૦૫/૦૨/૨૦૨૬ થી તા. ૧૬/૦૨/૨૦૨૬ દરમિયાન તથા મુખ્ય (થિયરી) પરીક્ષાઓ તા.૨૬/૦૨/૨૦૨૬ થી તા.૧૮/૦૩/૨૦૨૬ દરમિયાન વલસાડ જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે.
આ પરીક્ષાઓના સુચારુ, શાંતિપૂર્ણ અને પારદર્શક આયોજન અર્થે તા. ૧૭/૦૨/૨૦૨૬ ના રોજ જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલના અધ્યક્ષસ્થાને પારડીની બી.આર.જે.પી. હાઈસ્કૂલ ખાતે સ્થળ સંચાલકો અને સરકારી પ્રતિનિધિઓની માર્ગદર્શન મીટિંગ યોજાઈ હતી. મીટિંગ દરમિયાન દરેક પરીક્ષા કેન્દ્રની તૈયારીઓની રૂપરેખા, વિદ્યાર્થીઓની સંખ્યા, બ્લોક વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. તમામ કેન્દ્રો પર હવા-ઉજાસવાળા વર્ગખંડો, લાઈટ, પંખા, પીવાના પાણી સહિતની આવશ્યક ભૌતિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત, દરેક પરીક્ષા સ્થળે CCTV કેમેરા વ્યવસ્થા કાર્યરત અને સુચારુ હાલતમાં રાખવા વિશેષ ભાર મૂકાયો હતો.
તમામ સરકારી પ્રતિનિધિઓને ઝોન કચેરીથી પ્રશ્નપત્ર મેળવવા અને પરીક્ષા પૂર્ણ થયા બાદ સુરક્ષિત પરત જમા કરાવવાની સંપૂર્ણ પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે PATA Application (Paper Box Authentication & Tracing Application) બાબતે પણ જરૂરી માહિતી આપવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલે પરીક્ષાઓ શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શક માહોલમાં યોજાય તે માટે તંત્રને કડક અને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. તેમણે ખાસ ભાર મૂક્યો કે, બોર્ડની તમામ માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન થાય અને કોઈપણ પ્રકારની ગેરરીતિ કે અવ્યવસ્થા સર્જાય નહીં તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે.
વિદ્યાર્થીઓને અનુકૂળ અને આત્મવિશ્વાસપૂર્ણ વાતાવરણ મળે તે માટે સુવ્યવસ્થિત કરવા સૂચન કરાયું તેમજ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આવશ્યક સહાય, તાત્કાલિક આરોગ્ય વ્યવસ્થા તથા કન્ટ્રોલ રૂમ સાથે સતત સંકલન જાળવવા સૂચનાઓ આપવામાં આવી હતી. તેમણે તમામ કેન્દ્ર સંચાલકો અને સરકારી પ્રતિનિધિઓને જવાબદારીપૂર્વક, સતર્કતા અને સંકલનભાવથી કામગીરી કરી જિલ્લાના ગૌરવને અનુરૂપ પરીક્ષા આયોજન સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો.
આ મીટિંગમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડી.બી.વસાવા, ઝોનલ અધિકારી ડૉ. બિપીનભાઈ પટેલ, સંદીપભાઈ પટેલ, મનોજભાઈ લિમ્બાચીયા તથા શિક્ષણ નિરીક્ષક આપેક્ષાબેન પટેલ હાજર રહ્યાં હતા.
-૦૦૦-

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!